IAS-IPS અધિકારીઓના સોશિયલ એકાઉન્ટ હેક થતાં DGPએ બહાર પાડી એડવાઈઝરી, જાણો અધિકારીઓને શું અપાઈ સૂચના?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-14 10:53:55

સોશિયલ મીડિયાનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો દુનિયા સાથે જોડાતા હોય છે. આપણે અનેક વખત જોયું છે કે એક સોશિયલ પોસ્ટને કારણે હિંસા ભડકી ઉઠતી હોય છે. સોશિયલ મીડિયા પોસ્ટને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. અનેક આઈપીએસ તેમજ આઈએએસના ફેક અકાઉન્ટ બન્યા હોવાની ઘટના સામે આવતી હોય છે. 



અધિકારીઓના ગઠિયાઓ બનાવે છે ફેક અકાઉન્ટ 

ઈન્ટરનેટનો ઉપયોગ સારી રીતે પણ થઈ શકે છે અને ખરાબ  રીતે પણ થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડમાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક મોટી હસ્તીઓના ફેક અકાઉન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ આઈપીએસ હસમુખ પટેલનું ફેક અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. એક જ સરખા નામનું અકાઉન્ટ હોવાને કારણે સોશિયલ મીડિયા વાપરી રહેલા લોકોને ખબર ન હોય કે આ પોસ્ટ ફેક આઈડીથી કરવામાં આવી છે કે ઓરિજિનલ આઈડીથી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર પર આવા ફેક એકાઉન્ટ બનવાને કારણે ઈમેજ પર ખરાબ અસર પડે છે. 



આઈપીએસ હસુમખ પટેલનું બનાવાયું હતું ફેક એકાઉન્ટ 

અનેક આઈએએસ તેમજ આઈપીએસ અધિકારીઓના ફેક અકાઉન્ટ બની રહ્યા છે. આ વાતની ગંભીરતાથી નોંધ લેવામાં આવતા આઈએએસ તેમજ આઈપીએસ માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આદેશ મુજબ આઈએએસ તેમજ આઈપીએસ સોશિયલ મીડિયામાં પોતાના અકાઉન્ટમાં બ્લૂ ટિક મેળવી લેવી. ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ આઈપીએસ હસમુખ પટેલ, નિવૃત્ત એસીએસ રાજીવ ગુપ્તા સહિત અનેક અધિકારીના ફેક એકાઉન્ટ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. 


IPS-IAS માટે ગાઈડલાઈન્સ કરાઈ જાહેર 

ઓફિસરોના ફેક અકાઉન્ટ બનાવી તેનો દુરૂપયોગ થઈ રહ્યો હોય તેવી માહિતી મળતી ડીજીપી એક્શન મોડમાં આવી ગયા છે. ડીજીપી ડો. શમશેર સિંહે એક એડવાઈઝરી બહાર પાડીને સૂચન કર્યું છે કે જો એકાઉન્ટ કે પ્રોફાઈલ વેરીફાઈ કે બ્લૂ ટીક વાળી હશે તો પ્રોફાઈલ વેરિફિકેશન જલ્દી થશે. સોશિયલ મીડિયામાં જો અધિકારી એકાઉન્ટ ધરાવે છે તો તેમના એકાઉન્ટમાં વેરિફાઈ કરાવીને બ્લુ ટીક મેળવી લે. તે ઉપરાંત પ્રોફાઈલ એકાઉન્ટ લોક રાખવા માટે પણ ભલામણ કરવામાં આવી  છે. તે ઉપરાંત સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા તેમજ સમય સમયે તે બદલવા જોઈએ તેવી પણ સલાહ આપવામાં આવી છે.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?