ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ 31મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાત સરકારે નવા પોલીસ વડા માટે કેન્દ્ર સરકારને 6 સિનિયર પોલીસ અધિકારીઓના નામની યાદી મોકલી છે. આ પેનલમાંથી ગુજરાતના આગામી DGPનું નામ ફાઇનલ કરવામાં આવશે.
કોણ છે પોલીસ વડાની રેસમાં
ગુજરાતના પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે ત્યારે તેમના અનુગામી તરીકે અતુલ કરવાલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. અતુલ કરવાલ હાલ DG NDRF તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત DGP ટ્રેનિંગ તરીકે કાર્યરત વિકાસ સહાય પણ DGP બનવાની રેસમાં છે. સિનિયોરીટી પ્રમાણે CBIના સ્પેશિયલ ડિરેક્ટર પ્રવીણ સિંહા, CID ક્રાઈમ વૂમન સેલના DG અનિલ પ્રથમ અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની પણ ચર્ચા ચાલી રહી છે.
આશિષ ભાટિયાને મળ્યું હતું એક્સટેન્શન
ગુજરાતના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિનાનુ એક્સેન્ટેશન આપી લંબાવાયો હતો, જે બાદ તેમનો 31 જાન્યુઆરીના એક્સેન્ટેશનના કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. શિવાનંદ ઝાની નિવૃત્તી બાદ IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.