ઈન્ડિગોના પાયલટ અને કો-પાઈલટ સામે DGCAની કડક કાર્યવાહી, 3 મહિના માટે લાયસન્સ રદ્દ, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-07-26 22:12:56

એવિએશન રેગ્યુલેટરી બોડી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઈન્ડિગો એરલાઈન્સનું પાઈલટનું લાઇસન્સ ત્રણ મહિના માટે અને કો-પાઈલટનું લાઇસન્સ એક મહિના માટે રદ કર્યું છે. 15મી જૂને ઈન્ડિગોની ફ્લાઈટ અમદાવાદમાં લેન્ડિંગ કરતી વખતે ટેઈલ સ્ટ્રાઈકનો ભોગ બની હતી. જો એરક્રાફ્ટનો પાછળનો ભાગ ટેકઓફ અથવા લેન્ડિંગ દરમિયાન રનવે સાથે અથડાય તો તેને ટેલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. આ પછી ઈન્ડિગોએ પણ આ મામલે તપાસના આદેશ જારી કર્યા હતા.


DGCAએ શું કાર્યવાહી કરી?


અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ફ્લાઈટનો પાછળનો ભાગ જમીન સાથે ટકરાઈ ગયો હતો. આ દુર્ઘટના બાદ DGCAએ પાઈલટ અને કો-પાઈલટને ડી-રોસ્ટર કરવાના આદેશો જારી કર્યા હતા. અકસ્માતગ્રસ્ત ફ્લાઈટના પાયલોટના પ્લેન ઉડાડવા પર રોક લગાવી દેવાનો આદેશ આપ્યો હતો.  DGCA દ્વારા ઈન્ડીગોના એક કેપ્ટનનું લાયસન્સ 3 મહિના માટે જ્યારે સહ-પાયલટનું લાયસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસનો રિપોર્ટ સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. 


શું હતી સમગ્ર ઘટના?


બેંગ્લોરથી ઓપરેટ થતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595ને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, લેન્ડિંગ દરમિયાન ફ્લાઈટ ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી. જો કે, વિગતવાર આકારણી અને સમારકામ માટે તેને અમદાવાદમાં ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં કોઈ મુસાફરને કોઈ નુકસાન થયું નથી. આ પછી, ઈન્ડિગોએ ઈમરજન્સી લેન્ડિંગ અંગે વિગતવાર તપાસના આદેશ જારી કર્યા હતા.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?