એર વિસ્તારા એરલાઈન્સ પર DGCAએ 70 લાખનો દંડ ફટકાર્યો છે. એર વિસ્તારા પર આ દંડ દેશના પૂર્વોત્તર વિસ્તારમાં ઓછી સેવાવાળા વિસ્તાર માટે અનિવાર્ય ઉડાનોની લઘુત્તમ સંખ્યાનું સંચાલન નહીં કરવા માટે લગાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એર વિસ્તારા પર આ દંડ ગત વર્ષે ઓક્ટોબરમાં નિયમની અવગણના કરવાને લઈ લગાવવામાં આવ્યો છે. એર વિસ્તારાએ દંડ ચૂકવી પણ દીધો છે.
મીડિયા રિપોર્ટ મુજબ એપ્રિલ 2022 માટે વિસ્તારાની ઉપલબ્ધ સીટ કિલોમીટર(એએસકેએમ) 0.99 ટકા જણાઈ જે પૂર્વોત્તર માર્ગો પર અનિવાર્ય 1 ટકાથી ઓછી હતી. જેના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો હતો.
DGCAનો આ નિયમ શું છે?
એરલાઈન કંપનીઓને દરેક રાજ્યોમાં લઘુત્તમ ઉડાનો અંગે જણાવવામાં આવ્યું છે. એર વિસ્તારએ DGCAના આ નિયમની અવગણના કરી છે. એર વિસ્તારાને પૂર્વોત્ત્ર ક્ષેત્રમાં જેટલી લઘુત્તમ ઉડાનો સંચાલિત કરવાની હતી તેનાથી ઓછી કરી હતી. DGCAએ આ મુદ્દે ખુબ જ કડક વલણ ધરાવે છે.