જેલમાં બંધ દેવાયત ખવડની મુશ્કેલી વધી, હાઈકોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-02-03 20:35:18

લોક સાહિત્યકાર દેવાયત ખવડને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. રાજકોટમાં મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં સંડોવાયેલા દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. ચાર્જશીટ ફાઇલ થયા બાદ આરોપી જામીન અરજી કરી શકશે. મહત્વનું છે કે, આ પહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા ફગાવવામાં આવતા દેવાયત ખવડે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. મયૂરસિંહ રાણા પર હુમલો કરવાના ગુનામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ છે.


હુમલા બાદ દેવાયત ખવડ ફરાર


રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. હુમલો કર્યા બાદ 10 દિવસ ફરાર રહ્યા બાદ અંતે દેવાયત ખવડે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. 


શું હતો સમગ્ર મામલો?


રાજકોટમાં દેવાયત ખવડ અને  બે સાથીઓએ ગત 7મી ડિસેમ્બરના રોજ સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામની વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જો આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખવડ અને તેના સાથીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત પોલીસે તાત્કાલિક અસરથી આઇપીસીની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?