લોકકલાકાર દેવાયત ખવડે સરદાર પટેલ અંગેની કોમેન્ટને લઈ ફરી માંફી માગી, પ્રાયશ્ચિત માટે કરી આ મોટી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-11-01 16:35:23

જાણીતા લોકકલાકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં છે, તેમણે સરદાર પટેલ પર કરેલી કોમેન્ટ મુદ્દે પાટીદાર સમાજની માફી માગી છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાં સરદાર પટેલને સમર્પિત એક કાર્યક્રમમાં હાજર રહેલા દેવાયત ખવડે જાહેરમાં માફી હતી તે સાથે જ તેમણે  સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે ફ્રીમાં લોક ડાયરો કરવાની પણ જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે ચમારડી ગામના " સરદાર પ્રેમી " ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરા દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ચમારડી ગામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વલ્લભ નામ ધરાવતા 148 વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરી સરદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ચમારડી ખાતે આયોજિત કાર્યક્રમમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સાંસદ કાછડીયા, ધારાસભ્ય જનક તળાવીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


દેવાયત ખવડે શું કહ્યું?


ગુજરાતી લોક સાહિત્યકાર દેવાયત ખવડે સરદાર પટેલ જ્યંતીના કાર્યક્રમમાં જાહેરમાં માફી માંગી હતી. આ કાર્યક્રમમાં માફી માગતા જણાવ્યુ કે, મેં ભૂલ જાહેરમાં કરી હતી તેથી માફી પણ જાહેરમાં જ માંગવી પડે. મને મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે. લોકસાહિત્યકાર દેવાયત ખવડે કહ્યું કે, આજથી વર્ષો પહેલા મે કરેલી ભૂલ..વાલ્મીકિએ કરેલ ભૂલનું પ્રાયશ્ચિત કર્યું તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બની ગયા. મને એમ લાગ્યું કે, ક્યાંક મારી ભૂલ હશે. મારે ભૂલને સ્વીકારવી પડે. જેમને દેશ માટે બલિદાન આપ્યું અને હું દરેક સમાજ માટે હિન્દુત્વની વાત કરતો હોય તો મારી ભૂલનું પ્રાયશ્ચિત મારે કરવું પડે. પાટીદાર નવરાત્રીમાં મારા મિત્રોએ મને આમંત્રિત આપ્યું અને મને કીધું ખાલી વિડીયો બનાવો... પણ મે કીધું એમ વિડીયો નહીં, ભૂલ જાહેરમાં કરી છે તો ખવડ એની માફી જાહેરમાં માંગે. અમરેલીના ચમારડીમાં સરદાર જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ચમારડીના કાર્યક્રમમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં દેવાયત ખવડે સ્ટેજ પર જાહેરમાં માફી માંગી હતી. ઉપરાંત દેવાયત ખવડે જાહેરાત કરી કે, હું ગુજરાત અને દુનિયાના દરેક ખૂણે જીવનભર સરદાર પટેલ જ્યંતી નિમિતે પૈસા લીધા વિના ડાયરા કરીશ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?