મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવની પૂજા કરવાનો વિશેષ મહિમા રહેલો હોય છે.ઉત્તરાયણના દિવસે દાન, સ્નાન તેમજ તપનો પણ અનેરો મહિમા હોય છે. માન્યતા અનુસાર આ દિવસે તીર્થમાં સ્નાન કરવાથી અનેક ગણું ફળ મળે છે. મકરસંક્રાંતિ પર્વ નિમિતે ગંગામાં ડૂબકી લગાવવામાં લોકો ઉમટી પડ્યા છે.
ગંગામાં સ્નાન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુ
અનેક ગણું ફળ મેળવવા ઉત્તરાયણના દિવસે અનેક લોકો દાન તેમજ સ્નાન કરતા હોય છે. ગંગા સ્નાનને એમ પણ પવિત્ર સ્નાન માનવામાં આવે છે. તહેવાર દરમિયાન તીર્થમાં સ્નાન કરવા લોકો આવી પહોંચતા હોય છે. મકરસંક્રાંતિના દિવસે તો સ્નાનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ત્યારે ઋષિકેશ, પ્રયાગરાજ, હરિદ્વાર, કાશી જેવા તીર્થ સ્થળો પર સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. 14 તેમજ 15 તારીખ દરમિયાન ચાલતા માઘ મેળાની મુલાકાત લાખોની સંખ્યામાં લોકો લઈ શકે છે.
અનકે વસ્તુઓનું કરાય છે દાન
ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા આ દિવસે કરવામાં આવેલા પૂજા પાઠ ઉપયોગી સાબિત થાય છે. સ્નાન કરતી વખતે અનેક લોકો કાળા તલનો ઉપયોગ પણ કરતા હોય છે. આ દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. ઉપરાંત આ દિવસે લોકો ગાય માતાને પણ ઘાસચારો અર્પણ કરે છે. આ દિવસે તલ, ઘી, કપડા તેમજ ખાદ્ય પદાર્થનું દાન કરવાથી વિશેષ લાભ મળે છે.