આપણે ત્યાં શક્તિપીઠને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. પૌરાણીક કથા અનુસાર જ્યાં જ્યાં માતા સતીના દેહના અંગ પડ્યા હતા તેને શક્તિપીઠ કહેવામાં આવે છે. વિશ્વભરમાં આવેલા શક્તિપીઠોમાંથી અંબાજી ખાતે આવેલા શક્તિપીઠને મહત્વનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન પર માતાનું હૃદય પડ્યું હતું. આ સ્થાનનું મહત્વ એટલે વધી પણ જાય છે. ત્યારે ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. ત્રણ દિવસમાં અંદાજીત 1,65,500 જેટલા માઈભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો છે. પરિક્રમાને વધુ એક દિવસ લંબાવામાં આવી છે.
અખંડ જ્યોત થકી 50 શક્તિપીઠોની જ્યોત પ્રગટાવાઈ
ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12થી 16 ફેબ્રુઆરી સુધી ચાલતા આ મહોત્સવમાં માઈ ભક્તો ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. આ મહોત્સવમાં માતાજીના મુખ્ય શક્તિપીઠ ગબ્બર ઉપરની જ્યોત ધાર્મિક મર્યાદા મુજબ નીચે લાવવામાં આવી અને પરિક્રમા માર્ગ પરના તમામ શક્તિપીઠોની જ્યોત પ્રગટાવવામાં આવી. માઈભક્તોનો ઉત્સાહ જોતા આ પરિક્રમા વધુ એક દિવસ લંબાવામાં આવી છે. પરિક્રમા જે પાંચ દિવસ ચાલવાની હતી તે હવે 6 દિવસ ચાલવાની છે.
લાખો માઈભક્તોએ લીધો પરિક્રમાનો લાભ
અંબાજી શક્તિપીઠને મહત્વનું શક્તિપીઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર માતાનું હૃદય પડ્યું હતું. આ જગ્યાનું પહેલેથી જ વિશેષ સ્થાન હતું પરંતુ માઈ ભક્તો એક જ જગ્યા પર શક્તિપીઠોના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12થી 16 તારીખ સુધી ચાલનારા આ મહોત્સવમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મૂર્તિઓની પ્રક્ષાલન વિધી, શોભાયાત્રા, શક્તિપીઠના મંદિરોમાં જ્યોત અર્પણ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ મહોત્સવમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ માઈભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો છે.