જ્યાં જ્યાં માતા સતીના અંગ ધરતી પર પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. એવું માનવામાં આવે છે ગુજરાતમાં આવેલું શક્તિપીઠ અંબાજી દેવસ્થાન પર માતા સતીનું હૃદય પડ્યું હતું. શક્તિપીઠ એમ પણ માઈ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર હોય છે. પરંતુ પૂનમ તેમજ નવરાત્રી દરમિયાન શક્તિપીઠોમાં માનવમહેરામણ જોવા મળતું હોય છે. ભાદરવી પૂનમ નિમિત્તે માઈ ભક્તો અંબાજી મંદિર પહોંચતા હોય છે. અનેક ભક્તો ચાલીને મંદિર પહોંચતા હોય છે. માતાજી પ્રત્યે ભક્તોને અનોખી શ્રદ્ધા હોય છે. ત્યારે ભાદરવી પૂનમ દરમિયાન યોજાતા લોકમેળામાં લાખો ભક્તો આવી ગયા છે. અંદાજીત 40 લાખ ભક્તોએ માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યું છે. ચાચર ચોકમાં ભક્તો ગરબે ઘૂમી રહ્યા છે . ભક્તિમય માહોલ સર્જાયો છે.
દૂર દૂરથી માતાજીના ભક્તો દર્શન કરવા આવતા હોય છે
23 સપ્ટેમ્બરથી શક્તિપીઠ અંબાજીમાં લોકમેળાનું આયોજન થતું હોય છે. આ મેળામાં તેમજ ભાદરવી પૂનમે માતાજીના દર્શન કરવા દૂર દૂરથી માઈ ભક્તો આવતા હોય છે. શક્તિપીઠ અંબાજી શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ છે. એવી માન્યતા પણ છે કે નવરાત્રી દરમિયાન માતાજી ભક્તના ઘરે પધારે તે માટે ભક્તો તેમને આમંત્રણ આપવા જાય છે. નવરાત્રી દરમિયાન ભક્તના ઘરે માતા પધારે તેવો ભાવ ભક્તોમાં હોય છે. એ એવી પણ માન્યતા છે કે આ દિવસે માતા સતીનું હૃદય અંબાજી સ્થાનક પર પડ્યું હતું. જેને કારણે આ દિવસનું મહત્વ વધી ગયું. આસ્થા સાથે માઈ ભક્તો દર્શન માટે આવતા હોય છે.
શું છે શક્તિપીઠોનો ઈતિહાસ?
અંબાજી મંદિરના ઈતિહાસની વાત કરીએ તો દક્ષપ્રજાપતિ એટલે કે દેવી સતીના પિતાએ યજ્ઞનું આયોજન કર્યું હતું. તેમાં તેમણે પોતાની દીકરી સતી અને જમાઈ ભગવાન શંકરને આમંત્રિત કર્યા ન હતા. મહાદેવે સતીને યજ્ઞમાં જવાની ના પાડી પરંતુ તે ગયા હતા. યજ્ઞ દરમિયાન દક્ષ પ્રજાપતિએ મહાદેવનું અપમાન કર્યું હતું. તે દેવી સતી સહન કરી શક્યા ન હતા. તેમણે પોતાનો દેહનો ત્યાગ કર્યો. મહાદેવજી સતીના મૃતદેહને લઈ ભટકવા લાગ્યા. ત્યારે ભગવાન નારાયણે પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના ટૂકડા કર્યા. જે જે જગ્યા પર સતીના અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. એ જગ્યાને આપણે શક્તિપીઠ તરીકે જાણીએ છીએ,
જય અંબે...@yatradhamboard @GujaratTourism#BhadarviPoonam2023 #Bahdarvi #Poonam #Ambaji #AmbajiTemple #AmbajiDarshan #Shaktipeeth #Mahamela #BhadarviPoonam2023 #BhaktoniBhadaravi pic.twitter.com/7qNxQI7JEm
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) September 28, 2023