બેસતા વર્ષે મંદિરોમાં ભક્તોનો ઘોડાપુર, શક્તિપીઠ Ambajiમાં ઉમટી ભાવિકોની ભીડ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-14 13:10:39

નવા વર્ષની શરૂઆત અનેક લોકો ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે. ત્યારે વર્ષના પ્રથમ દિવસે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. રાજ્યના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, સોમનાથ, ચોટીલા, ડાકોર, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર દર્શનાર્થીઓ દર્શન કરવા મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. ત્યારે નવા વર્ષ નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા અને માતાજીના આશીર્વાદ લેવા શક્તિપીઠ અંબાજી પહોંચ્યા છે.  

નવા વર્ષે ભક્તો પહોંચ્યા દર્શનાર્થે 

દિવાળીના પર્વને લઈ મંદિરોને વિશેષ શણગારવામાં આવે છે. તહેવાર નિમિત્તે મંદિરો રોશનીના પ્રકાશથી ઝળહળી ઉઠે છે. પર્વને લઈ મંદિરોના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવે છે. દિવાળી તેમજ નવા વર્ષ દરમિયાન ભક્તોની ભારે ભીડ મંદિરોમાં જોવા મળતી હોય છે. નવા વર્ષની શરૂઆત અનેક ભક્તો ભગવાનના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવી કરતા હોય છે. દેવાલયોમાં ભાવિકોનો ભારે ઘસારો તહેવાર વખતે જોવા મળતો હોય છે. બેસતા વર્ષે મંદિરોમાં ભક્તોની લાઈન જોવા મળતી હોય છે. ભગવાનના આશીષ લઈ અનેક લોકો પોતાના નવ વર્ષની શરૂઆત કરતા હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તોનો વહેલી સવારથી ઘસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં મંદિરોમાં ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે. 

અનેક મંદિરોના સમયમાં કરાયો છે ફેરફાર

તહેવારને ધ્યાનમાં રાખી ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેસતા વર્ષથી લઈ લાભ પાંચમ સુધી અનેક ભક્તો દર્શનનો લાભ લઈ શકે તે માટે સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. મંગળા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજીમાં ફેરફાર કરાયેલા સમયની વાત કરીએ તો બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી સવારે 6થી સાડા છ વાગ્યા સુધી આરતી થશે. પહેલા પોણા અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તો બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. રાજભોગ ધરાયા બાદ બપોરે સાડા 12 વાગ્યાથી સાંજે સવા ચાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે. જે બાદ સાંજે સાડા વાગ્યાથી સાત વાગ્યા સુધી મા અંબાની આરતી ઉતારાશે અને બાદમાં 10 વાગ્યા સુધી ભક્તો માના દર્શન કરી શકશે. આજે માતાજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. ન માત્ર શક્તિપીઠ અંબાજીમાં પરંતુ વિવિધ મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જમાવટના તમામ દર્શકોને પણ નવા વર્ષની શુભેચ્છા.. નવું વર્ષ વીતે સરસ.... 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?