માગો વીસ અને આપે ત્રીસ... એ દ્વારકાધીશ....
દિપોત્સવનો પર્વ છે ત્યારે લોકો પરિવાર સાથે મળીને ઉત્સવો મનાવી રહ્યા છે. લોકો બહાર ફરવા જઈ રહ્યા છે અમુક લોકો ધાર્મિક સ્થળો પર જઈ રહ્યા છે. આ દિપોત્સવમાં બે ધનતેરસ હતી. આ મુહૂર્ત સોનું ખરીદવા માટે શુભ ગણવામાં આવતું હોય છે માટે લોકો વાર્ષિક જમાપૂંજીમાંથી સોનું ખરીદતા હોય છે ત્યારે દ્વારકાના જગતમંદિરમાં ભક્તોએ સોના-ચાંદીનું દાન કર્યું હતું.
111 ગ્રામ સોનું, 1 કિલો 100 ગ્રામ ચાંદી દ્વારિકાધિશને અર્પણ
યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આજના દિવસે સોના અને ચાંદીનું દાન કરવામાં આવ્યું હતું. ધનતેરસના પવિત્ર પર્વ પર દ્રારકાના જગતમંદિરમાં ભક્તોએ સોના ચાંદીનું દાન કર્યું હતું. આજે 111 ગ્રામ સોનું અને 1 કિલો 100 ગ્રામ ચાંદી દાન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાનને સોનાના 111 ગ્રામ કુંડળ અને 1 કિલો 100 ગ્રામ ચાંદીનો થાળ અર્પણ કર્યો હતો. દ્રારકામાં જગતના નાથ દ્વારિકાધિશનું મંદિર છે, લોકોની દ્વારિકાધિશમાં અપાર શ્રદ્ધા છે ત્યારે આજે ભક્તો દ્વારિકાના નાથને દાન અર્પણ કર્યું હતું.