ભક્તો નહીં કરી શકે બાબા બર્ફાનીના દર્શન! આ કારણોસર યાત્રા પર લગાવાઈ રોક, જાણો ક્યારથી ફરી શરૂ થશે યાત્રા


  • Published By :
  • Published Date : 2023-07-07 16:31:53

દેશમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અમરનાથ યાત્રા પર પ્રતિબંધ મૂકી દેવાતા ભક્તોમાં નિરાશા જોવા મળી છે. પહેલગામ તેમજ બેઝ કેમ્પ એમ બંને રૂટ પર ભક્તોના આવન જાવન પર રોક મૂકી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે જ્યારથી યાત્રા શરૂ થઈ છે ત્યારથી લઈ હજી સુધી 84 હજાર જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.

  


ખરાબ હવામાનને કારણે યાત્રા પર લાગી રોક

અમરનાથ યાત્રાનું મહત્વ હિંદુ ધર્મમા રહેલું છે. જમ્મુ કાશ્મીરમાં આવેલું અમરનાથ ધામ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અમરનાથ યાત્રાના દર્શને જતા ભક્તો અનેક વખત કહેતા હોય છે કે જો નસીબ હોય તો જ બાબા  બરફાનીના દર્શન થાય. વાત ઘણા અંશે સાચી પણ છે. અનેક વખત અમરનાથ યાત્રાને રદ્દ કરવામાં આવે છે, અનેક વખત ખરાબ હવામાનને કારણે પણ યાત્રા રદ્દ થતી હોય છે. ત્યારે આ વાત સાચી થઈ છે. ખરાબ હવામાનને કારણે યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે પણ અનેક વખત યાત્રાને રોકવામાં આવી છે. ત્યારે આગામી આદેશ સુધી ભક્તો દર્શન નહીં કરી શકે. અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેને જણાવ્યું કે જેવી પરિસ્થિતિ સામાન્ય થશે તેવી જ યાત્રાની શરૂઆત કરી દેવામાં આવશે.


પહેલી જુલાઈથી થયો હતો અમરનાથ યાત્રાનો પ્રારંભ 

આ વખતે અમરનાથ યાત્રાની શરૂઆત પહેલી જુલાઈથી થઈ હતી. યાત્રાને શરૂ થયે થોડા દિવસો જ વિત્યા છે ત્યારે હજારો લોકોએ દર્શનનો લાવો લીધો છે. મળતી માહિતી અનુસાર આ વર્ષની યાત્રામાં હજી સુધી 80 હજારથી વધુ દર્શનાર્થી આવી પહોંચ્યા છે. યાત્રાના ઘણા સમય પહેલેથી જ યાત્રાને લઈ તૈયારી શરૂ થઈ જતી હોય છે. ત્યારે આ વર્ષે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવી હતી. ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ વાતાવરણે તેમના ઉત્સાહમાં ખલેલ પહોંચાડી છે. ખરાબ હવામાનને કારણે યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અમરનાથની યાત્રા 62 દિવસ ચાલે છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.