Chhotaudepurમાં વિકાસ રઘવાયો થયો! રસ્તા પર ડામર પાથરીને જતી રહી કંપની, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-01 10:07:12

ખરાબ રોડ રસ્તાની તો વાતો અનેક વખત અમે કરતા હોઈએ છીએ. રસ્તાની બિસ્માર હાલત વિશે તમે પણ જાણો છો.. ખરાબ રસ્તાની સમસ્યા ન માત્ર ગામડાઓમાં પરંતુ શહેરોમાં, સ્માર્ટ સિટી ગણાતા શહેરોમાં પણ ખરાબ રસ્તા એક સમસ્યા છે. રસ્તાઓ બને છે અને થોડા દિવસોની અંદર જ તે તૂટી જાય છે. આવી વાતો હવે સામાન્ય બની ગઈ છે. છોટા ઉદેપુર ફરીથી એક વખત ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા નકલી સરકારી કચેરીનો પર્દાફાશ થયો હતો. ત્યાં હવે નકલી રોડનો પર્દાફાશ થયો છે.! એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ડામરને રેતી પર પાથરી દેવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના આંધણી ખેરમાર ગામમાં રોડને હાથ લગાવતા જ ડામર ઉખડી ગયો છે.   

વડોદરાની કંપનીએ કર્યું હતું રસ્તાનું નિર્માણ

ખરાબ રસ્તાઓ તો અનેક વખત તમે જોયા હશે પરંતુ આવા રસ્તો તમે ક્યાંય નહીં જોયો જે હાથથી ઉખડી શકે છે. છોટાઉદેપુરના નસવાડીમાં બનેલો આ રોડ છે જેની ગુણવત્તા પર સવાલ ઉઠે છે.  આંધણી-ખેરમારના રોડ રીપેરની કામગીરીમાં કોન્ટ્રાક્ટર કંપનીએ વેઠ ઉતારી હોવાનું સામે આવ્યું છે. જેને લઇ ગ્રામજનો રોષે ભરાયા છે. આવી હલકી ગુણવત્તા વાળું કામ વડોદરાની એકતા એસોસિએટ દ્વારા આ કરવામાં આવ્યું છે. રોડ બનાવતી વખતે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવામાં આવ્યો છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.  

આ વાત માત્ર છોટાઉદેપુરની નથી પરંતુ અનેક જિલ્લાઓની છે...

આ રીતે જો દરેક કામમાં ભ્રષ્ટાચાર કરતા રહીશું તો ગામડાઓ સુધી વિકાસ કદી નહીં પહોંચી શકે. વર્ષો પછી આ વિસ્તારને રસ્તો મળ્યો, અને વર્ષો પછી મળેલો રસ્તો એવો ન મળ્યો જે ટકી શકે. ટકી શકે એવો વિકાસ મળે તેવી ઝંખના ન માત્ર છોટા ઉદેપુરની છે પરંતુ સમગ્ર ગુજરાતની છે. આ વાત ભલે છોટા ઉદેપુર જિલ્લાના એક વિસ્તારની હોય પરંતુ આવી પરિસ્થિતિ ગુજરાતભરની છે. તેમાં પણ ગુજરાતના ગામડાઓની, અંતરિયાળ વિસ્તારોની છે. આપણે રસ્તાઓ ભ્રષ્ટાચાર માટે નથી પરંતુ પોતાના કામને સારી રીતે કરવાની છે જવાબદારી એ કંપનીની છે જે પૈસા લે છે. કામમાં ખાઈકી કરે છે એટલે રસ્તાઓ તૂટે છે.   


પૈસા જનતાના જાય છે અને ગજવા ભરાય છે કોન્ટ્રાક્ટરના!

જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને લાગે છે કે રોડ કામગીરીના નામે માત્ર પાતળો ડામર પાથરી દેવાયો છે. કોન્ટ્રાક્ટરોને સુવિધા આપવામાં નહીં પરંતુ પોતાના ખિસ્સા ભરવામાં રસ વધારે છે. ક્યાં સુધી રોડ ભ્રષ્ટાચારનો ભોગ બનતો રહેશે...આવા તો અનેક દ્રશ્યો આપણી સામે આવતા હશે જેમાં હલકી ગુણવત્તા વાળો સામાન કંપની દ્વારા વાપરવામાં આવે છે પરંતુ સજા સામાન્ય માણસને ભોગવવાનો વારો આવે છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?