જૂનાગઢમાં દેવાંશી જોષીનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, બિલ્ડીંગ દુર્ઘટનામાં ભાઈને ગુમાવી દેનાર બહેનના છલકાયા આંસુ,જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-25 17:25:59

એક સ્ત્રી માટે એમ પણ એકલું જીવન વ્યતીત કરવું અઘરૂં હોય છે. અનેક સંઘર્ષો કરવા પડતા હોય છે પોતાના અસ્તીત્વને ટકાવી રાખવા માટે. આવા સમયમાં પરિવારનો સાથ  હોય તો જીવન થોડું જીવવા માટે સહેલું લાગે છે. પરંતુ જો એક જ ક્ષણમાં પરિવાર વેરવિખેર થઈ જાય તો? આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આવી પીડાનો અનુભવ જૂનાગઢમાં રહેતા આ મહિલા કરી રહ્યા છે. 

મકાન ધરાશાયી થતાં થયા ચાર લોકોના મોત

ગઈકાલે જૂનાગઢમાં એક બિલ્ડીંગ ધરાશાયી થયું હતું જેમાં ચાર લોકોના મોત થયા હતા. એકાએક જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થતાં અનેક લોકો કાઠમાળ નીચે ફસાઈ ગયા હતા. અનેક કલાકો સુધી લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. 

મહિલાએ ગુમાવ્યો પોતાનો ભાઈ 

જુનાગઢમાં જ્યારે દેવાંશી જોષીએ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું ત્યારે જે મહિલાએ દુર્ઘટનામાં પોતાના ભાઈને ગુમાવ્યો હતો તેમનું દર્દ છલકાઈ આવ્યું હતું. ચાની રેકડીમાં કામગીરી કરતા તેઓ દિવસના 130 રુપિયા કમાતા હતા.જર્જરિત મકાન હોવાને કારણે ગમે ત્યારે મકાન ધરાશાયી થઈ શકે છે તેવી ભીતિ તંત્રને હતી. મહિલાના જણાવ્યા મુજબ ઘરને લઈ માત્ર નોટિસ લટાવામાં આવી હતી, ઘર ખાલી કરવા માટે કોઈએ કહ્યું ન હતું.  


આવી દુર્ઘટના સર્જાતા થાય છે અનેક લોકોના મોત

મહત્વનું છે ચોમાસાની સિઝન દરમિયાન અનેક જર્જરિત મકાનો  તેમજ બિલ્ડીંગો ધરાશાયી થઈ હોય તેવા સમાચારો આવતા રહે છે. અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે તો અનેક લોકો દુનિયાને અલવિદા કહી દે છે. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...