રાજનેતાઓ જ્યારે પોતાના ચેમ્બર છોડીને જ્યારે અનાચક રિયાલિટી ચેક કરવા જાય છે, સરપ્રાઈઝ વીઝિટ કરવા જાય છે ત્યારે ખરી વાસ્તવિક્તા બહાર આવે છે. સ્થાનની જમીની હકીકત છું છે, લોકોને પડતી મુશ્કેલી વિશે રાજનેતાઓને ત્યારે જ ખ્યાલ આવે જ્યારે તે પોતાની ચેમ્બર છોડી ગ્રાઉન્ડ પર જાય. શિક્ષણની સ્થિતિ ગંભીર રીતે કથળતી જઈ રહી છે. અનેક એવી શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓ અનેક સમસ્યાનો સામનો કરતા કરી રહ્યા હોય છે. તંત્રને રજૂઆત કરે તો પણ તેમનો અવાજ સાંભળે કોણ? કારણ કે અનેક એવા દાખલા આપણી સામે ઉપસ્થિત છે જેમાં રજૂઆતો છતાં પણ સમસ્યાનો ઉકેલ નથી આવતો.
મુખ્યમંત્રીએ ઓચિંતી કરી હતી શાળાની મુલાકાત
થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ ઓચિંતી એક પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. શાળાની મુલાકાત લેવી તે હાલની શિક્ષણની પરિસ્થિતિને જોતા જરૂરી બની ગયું છે. જ્યાં સુધી ગ્રાઉન્ડ ઉપર જઈ જાતે નિરીક્ષણ નહીં કરવામાં આવે ત્યાં સુધી નેતાઓને, મુખ્યમંત્રીને એ જ માહિતી ખબર હશે જે તેમની ઓફિસ સુધી પહોંચાડવામાં આવશે. પરંતુ નરી વાસ્તવિક્તા ત્યારે જ ખબર પડશે જ્યારે ઓચિંતી કોઈ સ્થળની મુલાકાત લેવામાં આવે.શાળાઓની હાલતના પ્રશ્નો અંગે અનેક વખત સવાલો ઉઠાવ્યા છે. અનેક સ્કૂલોની બિલ્ડીંગ એવી હશે જ્યાંના રૂમ અથવા તો આખે આખી શાળા જર્જરિત હાલતમાં જોવા મળશે. ગ્રાઉન્ડ પર ઉતરીને રિયાલીટી ચેક કરવું ઘણું સારું છે પરંતુ તે બાદ તે ખામીઓને સુધારવી પણ જરૂરી છે.
શાળામાં ખુલ્લા વાયર જોવા મળતા કલેક્ટરને સીએમે ખખડાવ્યા હતા
ઈન્સપેક્શન અથવા તો સરપ્રાઈઝ વિઝીટ બાદ પણ રાજનેતાઓ પોતાની આંખો પર પટ્ટી બાંધી દે કે અમે કર્યું છે એટલે તેમાં કોઈ ખામી ન હોય તેવું ન હોય. જ્યાં સુધી ભૂલ થઈ છે તે સ્વીકારવાની વૃત્તિ નહીં હોય ત્યાં સુધી કોઈ પણ બદલાવની આશા રાખવી બેકાર છે. જ્યાં સુધી આપણે સ્વીકારીશું જ નહીં કે આ વસ્તુમાં ખામી છે ત્યાં સુધી સુધારાને કોઈ અવકાશ નથી. જ્યાં સુધી એવું માનવામાં આવશે કે અમે કોઈ દિવસ ખોટું કરતા જ નથી,અમારાથી કોઈ ભૂલ થાય જ નહીં ત્યાં સુધી આપણે જે ચેન્જ લાવવા માંગીએ છીએ તે પોસિબલ નથી. મુખ્યમંત્રીએ જ્યારે શાળામાં ખુલ્લા વાયરો જોયા ત્યારે તેમણે તરત કલેક્ટરને પ્રશ્ન પૂછ્યો કે તમે શું કોઈ દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યા છો?
જ્યાં સુધી દુર્ઘટના નથી સર્જાતી ત્યાં સુધી આપણે કોઈ વાતને નથી લેતા ગંભીરતાથી!
અનેક વખત જોવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાતી ત્યાં સુધી આપણે કોઈ વસ્તુને ગંભીરતાથી નથી લેતા. આપણે જાણે કોઈ દુર્ઘટના સર્જાવાની રાહ જોતા હોઈએ તેવું લાગે. પરંતુ આ વખતે મુખ્યમંત્રી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેને લોકો બિરદાવી રહ્યા છે. મુખ્યમંત્રીના ખખડાવ્યા પછી તેમને આશ્વાશન આપવામાં આવ્યું કે આ સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરીશું, બાળકોને અગવડ ન પડે તેવી રીતે કામ કરીશું.
શાળામાં માત્ર વિદ્યાર્થીઓ નથી ભણતા પરંતુ દેશનું ભાવિ ભણે છે...
મુખ્યમંત્રી માટે પહેલા પણ કહ્યું છે કે તેમણે રિપોર્ટ માગ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે સારૂં નહીં પરંતુ સાચું બતાવજો. કોઈ પણ પરિવર્તન આવવાની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણામાં ભૂલ સ્વીકારવાની અથવા તો એ વસ્તુને સ્વીકારવાની ઈચ્છા હોય. અમે આશા રાખીએ છીએ કે શાળાની તેમજ શિક્ષણ વિભાગની કથળતી જતી પરિસ્થિતિને ગંભીરતાથી લેવામાં આવે અને શિક્ષણમાં સુધારા કરવામાં આવે. કારણ કે શાળામાં જે બાળક ભણે છે તે માત્ર વિદ્યાર્થી નથી પરંતુ દેશનું ભવિષ્ય છે.