ચૂંટણી પ્રચાર દરમિયાન વોટ મેળવવા માટે અનેક વખત નેતાઓ એવા નિવેદનો આપી દેતા હોય છે જે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. ગઈકાલે જ સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને રાહત મળી હતી. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? આ નિવેદનને લઈ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો અને તેમનું સાંસદ પદ પણ જતું રહ્યું હતું. ત્યારે વાત અહીંયા રાહુલ ગાંધીની નથી કરવી. પરંતુ નેતાઓ દ્વારા અપાતા નિવેદનોની કરવી છે. જો દરેક ભાષણો, નિવેદનોને લઈ સજા થવા લાગે તો મોટા ભાગની સંસદ ખાલી જશે.
જો ચૂંટણી પ્રચાર દરમિયાન અપાયેલા નિવેદનો પર પગલા લેવાય તો..
કહેવાય છે કે કમાનમાંથી નીકળેલું બાન અને મોઢામાંથી બોલાયેલા શબ્દો ક્યારેય પાછા આવી શક્તા નથી. કદાચ શરીર પર લાગેલો ઘા સમય સાથે ઠીક થઈ શકે છે પરંતુ તમારા શબ્દો દ્વારા કરવામાં આવતો ઘા જીંદગીભર લોકોને યાદ રહે છે અને તેમને દુખી કરે છે. આજે વાત ચૂંટણી પ્રચારમાં નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોની કરવી છે. જો આપણે વિચારીએ તો આપણા દેશના રાજનેતાઓએ રેલીમાં આપેલા ભાષણોને કારણે સજા થવા માંડે તો આ દેશની સંસદ મોટા ભાગની આજે ખાલી હોત.
ભાન ભૂલી અનેક વખત નેતાઓ આપતા હોય છે નિવેદનો
કોઈ પણ સાંસદ પોતાને ત્યાં બેસવા માટે પોતાને સાબિત ન કરી શકે. કારણ કે વારે તહેવારે, ઈચ્છાએ અનિચ્છાએ કોઈ વખત સભાન અવસ્થામાં અથવા તો ભાન ભૂલેલી અવસ્થામાં નેતાઓ એવા નિવેદનો જાહેર રેલીમાં કરી ચૂક્યા છે જો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો દેશની મોટા ભાગની સંસદ ખાલી થઈ જાય. સંસદમાં બેસવા માટે સાંસદો લાયક નથી થતા એ પ્રકારના ભાષણો રેલીમાં, ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આપતા હોય છે. રાજનેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે એ સમયે તો નેતાની વાહવાહી થાય છે પરંતુ આગામી સમયમાં તેમને જ દુષપરિણામો ભોગવવા પડે છે. અનેક વખત પ્રચાર દરમિયાન એવા એવા નિવેદનો આપવામાં આપવામાં આવતા હોય છે કે તે સાંભળીને આપણને પણ થાય કે શું આ વાક્ય કોઈ રાજનેતાઓને શોભે છે?