દિલ્હીમાં ભારે વરસાદને કારણે બગડતી પરિસ્થિતિ, સીએમ કેજરીવાલે માગી સેનાની મદદ, જુઓ વરસાદને કારણે સર્જાયેલા દ્રશ્યોના વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-14 14:56:52

દિલ્હીમાં વરસાદે કહેર વરસાવ્યો છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે દિલ્હીની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. રાજધાની દિલ્હીના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. યમુના નદીનું જળસ્તર વધ્યું પરંતુ હવે તે ખતરાની સપાટીથી નીચે આવી ગયું છે. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટની બહારના રસ્તાઓ પણ પાણી પાણી થઈ ગયા છે. જનજીવન ખોરવાઈ ગયું છે. લાલ કિલ્લો, રાજઘાટ તેમજ અનેક જગ્યાઓ પાણી ભરાઈ ગયા છે. થોડા સમય પહેલા જે હાલ હિમાચલ પ્રદેશના હતા તેવા હાલ દિલ્હીના જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલે સેનાની તેમજ એનડીઆરએફની મદદ માગી છે.

દિલ્હીમાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો

દેશના અનેક રાજ્યોમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે અનેક રાજ્યોના લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તરભારતના રાજ્યોને મેઘરાજા ધમરોળી રહ્યા છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. હિમાચલ પ્રદેશમાં મેઘપ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે હિમાચલ પ્રદેશ બાદ જાણે દિલ્હીનો વારો હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે રાજ્ય સરકારની ચિંતા વધી છે. યમુના નદીમાં નવા નીરની આવક થઈ હતી. નદીના જળસ્તરમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. વરસાદી પાણી સુપ્રીમ કોર્ટની બહાર ભરાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટના રસ્તાની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઉપરાંત લાલ કિલ્લા નજીક પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે દિલ્હીમાં સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. રાહત શિબિરોની શરૂઆત કરવામાં આવી છે.

 

મુખ્યમંત્રીએ માગી સેનાની મદદ  

દિલ્હીમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સેનાની મદદ માગી છે. પીએમ મોદીએ પણ દિલ્હીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. યમુનાનું જળસ્તર વધ્યું હતું પરંતુ જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ નદીનું જળસ્તર ઘટી રહ્યું છે. જે દિલ્હીવાસીઓ માટે તેમજ સરકાર માટે રાહતની વાત છે. મુખ્યમંત્રીએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી લખ્યું કે યમુનાનું પાણી શહેરમાં ઘૂસી ગયું છે. જેને કારણે આઈટીઓ અને તેની આસપાસ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મેં મુખ્ય સચિવને સેના અને એનડીઆરએફની મદદ લેવા માટે આદેશ આપ્યો છે.   



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..