ગાંધીનગરના ચડાસણામાં દલિત યુવકના વરઘોડા પર હુમલા મામલે 4 લોકોની અટકાયત, મામલો વિધાનસભામાં ગાંજ્યો


  • Published By :
  • Published Date : 2024-02-13 22:33:02

દેશમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ જાતિવાદનું ઝેર ઓછું થવાના બદલે વધી રહ્યું છે. પાટનગર ગાંધીનગરના માણસાના ચડાસણા ગામમાં દલિત યુવકનો વરઘોડો રોકી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારીને માર મારવાનો મામલો વણસ્યો છે.  ચડાસણા ગામમાં જાન લઈને પહોંચેલા પરિવાર સાથે ચાર શખ્સોએ ગેરવર્તન કર્યું હતું. વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારી દીધો હતો અને કારમાં પણ બેસવા દેવાયો ન હતો. જ્યારે જાનમાં સામેલ ડીજે વાળાને ધમકાવી ભગાડી મૂક્યો હતો. ગામના ચાર માથાભારે શખ્સોએ જાન લઇને આવેલા દલિત પરિવારને વરઘોડા કાઢવાની ના પાડી દીધી હતી, અને બાદમાં તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ મામલે માણસા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી, હવે પોલીસે આ ઘટનામાં ચાર આરોપીઓની અટકાયત કરી છે. 


પોલીસે આ શખ્સોની કરી અટકાયત 


ચડાસણા ગામમાં એક દલિત યુવકના વરઘોડાને રોકવા મામલે પોલીસે શૈલેષજી સરતાનજી ઠાકોર, જયેશકુમાર જીવણજી ઠાકોર, સમીરકુમાર દિનેશજી ઠાકોર અને અશ્વિનકુમાર રજૂજી ઠાકોર સહિતની અટકાયત કરી છે. 


શું છે સમગ્ર મામલો?


ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા ચાવડા પરિવારના સભ્યો તેમના પુત્ર વિકાસના લગ્ન હોઈ, જાન લઈને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામ પહોંચ્યા હતા. 12 ફેબ્રુઆરીએ ચાવડા પરિવારના સભ્યો જ્યારે ચડાસણ ગામના ચોકમાં પહોંચ્યા ત્યારે સામેથી દીકરી પક્ષના લોકો સામૈયું લઈને આવ્યા હતા. જાનૈયાઓ ડીજેના તાલે નાચતાં નાચતાં કન્યાપક્ષના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ બાઈક પર આવી ચડેલા એક શખસે ઘોડી પર સવાર વરરાજાની ફેટ પકડીને નીચે ઉતાર્યો હતો. માથાભારે શખસે કહ્યું, તું કે 'દલિતોએ વરઘોડો નહીં કાઢવાનો. ગામનો રિવાજ ખબર નથી?, વરઘોડો કાઢવો હોય તો અમારી પરમિશન લેવી પડે' ગાળો બોલી રહેલા શખસને જાનૈયાઓએ શાંત પાડવાનો પ્રયાસ કરતાં આ સમયે અન્ય ત્રણ લોકો તેનું ઉપરાણું લઈને આવ્યા હતા અને જાનૈયાઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી.


મામલો વિધાનસભામાં ગાંજ્યો


ગાંધીનગરના ચડાસણામાં બનેલી વરઘોડાની મારામારીની ઘટનાના પડઘા આજે વિધાનસભા પણ પડ્યા હતા. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત સમાજ પર થઇ રહેલા અત્યાચર પર હવે સરકાર સામે અનેક સવાલો કર્યા હતા. ચડાસણાની ઘટનાને લઈ મેવાણીના સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, આ ઘટનાને જીગ્નેશ મેવાણીએ વખોડી કાઢી છે, જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, સમાજમાં એકતાને લઈ સરકાર કોઈ અભિયાન નથી ચલાવતી, વિધાનસભામાં પણ મે આ મુદ્દાઓ ઉઠાવ્યા છે. ચડાસણા ગામે લગ્ન પ્રસંગે વરરાજાને માર માર્યો અને બાદમાં ઘોડી વાળાને ધમકાવી ઘટના સ્થળેથી ભગાડી મુક્યો હતો. જાતિ આધારીત ભેદભાવ ક્યારે થશે બંધ થશે.? ચડાસણાની આ ઘટના જીગ્નેશ મેવાણીના વિરોધ બાદ કોંગ્રેસ અને આપે પણ વખોડી કાઢી હતી, અને સરકારને આ ઘટના પર દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?