ત્રીપાંખિયો જંગ તો બહું સાંભળ્યું, હવે લોકોની રણનીતિ શું છે તે સાંભળો...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 20:02:58

Story by Saddam Sheikh

વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પારંપરિક કોંગ્રેસ અને 27 વર્ષના શાસનવાળી ભાજપ એમ બે પક્ષો વર્ષોથી ગુજરાતમાં સામસામે ચૂંટણી લડતા આવ્યાં છે. જોકે, આ વખતેની ચૂંટણી થોડી અલગ રહેશે કારણ કે આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં કૂદકો માર્યો છે. ગુજરાતની રાજનીતિમાં વાદ-વિવાદોનો મારો વધી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ અને ભાજપ દ્વારા દિલ્હી મોવડી મંડળને ઉમેદવારોની પ્રથમ સંભવિત યાદી મોકલવામાં આવી હોવાના અહેવાલ વચ્ચે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી દીધી છે. અત્યારે તમામ પક્ષો સારી છબી ધરાવતા ઉમેદવારો શોધવામાં લાગ્યા છે અને કોને ટિકિટ આપવી તેને લઈ રાજકારણમાં 'ટિકિટનું ટેંશન' જોવા મળી રહ્યું છે. તો આવો જોઈએ કોની કેવી છે રણનીતિ? 


ભાજપ ચૂંટણી જીતવા શું મથામણ કરી રહ્યું છે?

ગુજરાતમાં ભાજપની ચૂંટણીલક્ષી કવાયતો તેજ દેખાઈ રહી છે. ઉમેદવારો નક્કી કરવાની ભાજપની એક પ્રક્રિયા રહી છે કે નિરીક્ષકો ઝોન મુજબ કાર્યકર્તાઓને મળતા હોય છે અને તેમની પાસેથી બાયોડેટા સ્વીકારવામાં આવતો હોય છે. ભાજપે આજ વખતે કાર્યકરોને પૂછવાનું ટાળ્યું છે અને ઉમેદવારોની પસંદગી કરવા નિરીક્ષકોની જ નિયુક્તિ કરી નાખી છે. ભાજપે ઉમેદવાર ચયન પ્રકિયા હાથ ધરી છે જેમાં આગામી 27, 28 અને 29 ઓક્ટોબરે ભાજપના નિરીક્ષકો તમામ જિલ્લાઓનો પ્રવાસ કરશે અને ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોને સાંભળશે. નિરીક્ષકોએ નિયુક્તિ કરેલા ઉમેદવારોના નામ કેંદ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થશે. આ નિરીક્ષકો રજાના દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં જશે અને ટિકિટ વાંછુંકોને મળશે.  


કોંગ્રેસ છૂપી રીતે શું પ્લાન બનાવી રહી છે?

કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી થશે દિવાળી બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે પરંતુ દાવેદારી કરનાર અનેક ઉમેદવારોમાં નારાજગી પણ રહેશે. જેથી નારાજ કાર્યકરો કે નેતાઓને મનાવવા તથા પક્ષ છોડીને કોઈ નેતા ના જાય તે માટે પણ બેઠકમાં મંથન કરવામાં આવશે. જોકે મિશન 2022ને લઇ કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે યુવાઓને આકર્ષવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસ 50 વર્ષથી ઓછી ઉંમરના 50 ઉમેદવારોને મેદાનમાં ઉતારશે તેવી ચર્ચા છે. કહેવાય છે કે હારેલી બેઠક પર કોંગ્રેસ નવા અને યુવા ચહેરાને ચૂંટણી લડાવશે.  


આમ આદમી પાર્ટીની શું છે રણનીતિ?

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે પોતાના ઉમેદવારની છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પણ આમ આદમી પાર્ટી દ્વારા નજીકના સમયમાં અન્ય ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની સંભાવના છે. ગુજરાત વિધાનસભાને લઈ AAPએ રફ્તાર તેજ કરી દીધી છે. ગુજરાત ઈલેક્શનને લઈને ઉમેદવારો જાહેર કરતી આ છઠ્ઠી યાદીમાં વધુ 20 નામ બહાર આવ્યા છે. આમ આદમી પાર્ટી મુખ્યત્વે શિક્ષિત ચહેરાઓને ઉમેદવાર તરીકે જાહેર કરી રહી છે 


આ તો પક્ષોની વાત થણ પણ જનતાની રણનીતિ શું એ પણ સાંભળી લો?

આ વખતે ગુજરાતની જનતા પાસે બેની જગ્યાએ ત્રણ વિકલ્પ છે. ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવ્યો છે. ચૂંટણી આવે એટલે લોભામણી લાલચોનો વરસાદ થતો હોય છે. આપણને ચૂંટણી આવે ને કૂવામાંથી સીઝનેબલ દેડકા નીકળતા હોય એવા નેતા નથી જોઈતા આપણે એ નેતા જોઈએ છે જે આપણી વચ્ચે રહે, આપણી વાત સાંભળે. જોકે હવે જનતાએ નક્કી કરવાનું છે કે કોણ આપણને પ્રાથમિક સુવિધાઓ આપશે? કોણ શાળાઓની અને શિક્ષણની સ્થિતિ સુધારશે? કોણ સારા હોસ્પિટલ બનાવશે? કોણ આપણી વાત સાંભળશે?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?