દેશમાં જામેલો વરસાદી માહોલ અનેક રાજ્યો માટે આફત લઈને આવ્યું છે. થોડા સમય પહેલા વરસાદને લઈ હિમાચલ પ્રદેશ ચર્ચામાં હતું. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવે મેઘરાજા દિલ્હીને ધમરોળી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈ પાણી ભરાઈ ગયા છે. યમુનાનું જળસ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે. યમુના નદીમાં પાણી એકદમ ઝડપથી વધતા કેજરીવાલ સરકાર એક્ટિવ થઈ ગઈ છે. દિલ્હીના અનેક રસ્તાઓ એવા છે જે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર નજીક વરસાદી પાણી પહોંચી ગયું હતું.
દિલ્હીમાં વરસાદે બોલાવી ધબધબાટી
ભારેથી અતિભારે વરસાદને કારણે દેશના અનેક રાજ્યોની પરિસ્થિતિ વિકટ બની રહી છે. મેઘમહેર જળપ્રલય લઈને આવી છે. અનેક રાજ્યો એવા છે જ્યાં વરસેલા વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. થોડા સમય પહેલા મેઘરાજાએ હિમાચલ પ્રદેશની હાલત ખરાબ કરી દીધી હતી. ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે વરસાદે દિલ્હીમાં ધબધબાટી બોલાવી છે. હિમાચલ પ્રદેશ બાદ દિલ્હીનો વારો હોય તેવું લાગી રહ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે યમુના નદીમાં નવા નીરની આવક તો થઈ છે પરંતુ ભયજનક સપાટીને યમુના નદી વટાવી ચૂકી છે.
મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી પહોંચ્યું વરસાદી પાણી
પાણીનો સતત વધતો પ્રવાહ દિલ્હી સરકાર માટે આફતરૂપ બન્યું છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. યમુના નદીના કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઉપરાંત એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દિલ્હીની હાલત ખરાબ છે. વરસાદી પાણી મુખ્યમંત્રી કેજરીવાલના ઘર સુધી પહોંચી ગયું છે. વરસાદી સંકટને લઈ સીએમએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. વરસાદી પાણીને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. મહત્વનું છે કે વધતા વરસાદી પાણીના ખતરાને જોતા એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. રેલવે સ્ટેશનો પર પણ વરસાદી પાણી જોવા મળ્યા હતા.
#WATCH | Low-lying areas of Wazirabad face flooding as river Yamuna overflows and enters a few residential areas of Delhi. pic.twitter.com/bVXYWD0xIu
— ANI (@ANI) July 13, 2023