લ્યો બોલો! ACBના સકંજામાંથી લાંચિયો ડેપ્યુટી ઇજનેર ફરાર, 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો


  • Published By :
  • Published Date : 2023-04-12 18:10:56

સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે, સરકારના તમામ વિભાગો ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે સામાન્ય માણસનું કોઈ પણ લાંચ આપ્યા વગર થતું જ નથી.  રાજ્યમાં અનેક વખત સરકારી અધિકારીઓ પણ  લાંચ લેતા પકડાતા હોય છે. લાંચ લેતા આરોપીઓને પકડવા માટે એસીબી છટકું ગોઠવતી હોય છે. જેમ કે તાજેતરમાં છોટા ઉદેપુર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર રૂ. 2 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. ઈજનેરને 2 લાખની  લાંચ લેતા વડોદરા અને નર્મદા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. જો કે રસપ્રદ બાબત એ છે કે આ ઈજનેર એસીબીની આંખમાં ધુળ નાખીને ફરાર થઈ જતા હાહાકાર મચી ગયો છે. એસીબીના સકંજામાંથી ભાગી છુટેલા ડેપ્યુટી ઈજનેરના કારણે એન્ટિ કરપ્સન વિભાગની હાલત કફોડી થઈ છે.


બે કોન્ટ્રાક્ટરોની મદદથી ફરાર થયો


બે લાખની લાંચ લેતા ઝડપાઈ ગયેલા નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર નસવાડી રેસ્ટ હાઉસ ખાતે લાવી વધુ તપાસ કરતી હતી તે વખતે તે ફરાર થઈ જતાં પોલીસતંત્ર દોડતું થયું છે. બે સ્થાનિક કોન્ટ્રાક્ટરોની મદદથી ડેપ્યુટી એન્જિનિયર કારમાં ભાગી ગયો હોવાનું બહાર આવ્યું છે. 


લાંચના ચક્કરમાં અનેક લોકોએ ગુમાવી છે નોકરી 

ભ્રષ્ટાચારને રોકવા માટે એસીબી કાર્યવાહી કરી રહી છે. અનેક વખત અધિકારીઓને રંગે હાથે પકડવા માટે એસીબી દ્વારા ચોકઠું ગોઠવવામાં આવતું હોય છે. લાંચ લેવાના ચક્કરમાં અનેક અધિકારીઓએ પોતાની નોકરી ગુમાવી છે. ત્યારે લાંચ લેતા પકડાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેરે 10 લાખ રુપિયાની માગણી કરી હતી. ત્યારે એસીબીએ બે લાખ રુપિયાની લાંચ લેતા મદદનીશ ઈજનેરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. 


10 લાખની લાંચ માટે કરી હતી માગણી!  

મળતી માહિતી અનુસાર છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં સ્લેબ ડ્રેનનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામને પૂર્ણ કરવા 1.20 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.આ બિલ માટે નસવાડીના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના અધિક મદદનીશ ઈજનેર હરિશ ચૌધરીએ 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ વાતને લઈ ફરિયાદ પણ કરવામાં આવી હતી. હરીશ ચૌધરીને બે લાખ રુપિયા ફરિયાદીએ આપ્યા હતા. જે બાદ બાકી રહેલી રકમ માટે અવાર-નવાર ફરિયાદીને હેરાન કરવામાં આવતો હતો.   


રંગેહાથ લાંચ લેતા ઝડપાયા હરીશ ચૌધરી!

બે લાખ રૂપિયા ફરિયાદીએ ઈજનેરને આપ્યા હતા. 2 લાખ રુપિયા આપવાનું નક્કી કરાયું હતું. ફરિયાદી બાકીની રકમ આપવા ન માગતો હતો જેથી તેણે આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ઈજનેરને રંગે હાથ પકડવા માટે એસીબીએ ટ્રેપ ગોઠવ્યું હતું. ઈજનેરે ફરિયાદી સાથે પોતાની ઓફિસમાં વાતચીત કરી અને બે લાખની માગણી કરી હતી. જે બાદ ફરિયાદીએ ઈજનેરને પૈસા આપ્યા હતા. અને રુપિયાનો સ્વીકાર કરતા જ એસીબી દ્વારા તેને પકડી લેવાયો હતો.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.