કર્ણાટકમાં કોંગ્રેસના અગ્રણી નેતા સિદ્ધારમૈયાએ આજે કર્ણાટકના 30માં મુખ્યમંત્રી પદની શપથ લીધી છે. આ ઉપરાંત ડી કે શિવકુમારે નવી સરકારમાં ઉપ-મુખ્યમંત્રી પદની શપથ લીધી છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ધારાસભ્યો સતીષ જરકીહોલી ડો.જી પરમેશ્વર. કે.એચ મુનિયપ્પા કેજે. જોર્જ અને એમબી પાટિલએ કેબિનેટ મંત્રી તરીકેને શપથ ગ્રહણ કર્યાં, અન્ય 8 ધારાસભ્યોને પણ સિદ્ધારમૈયા મંત્રી મંડળમાં જગ્યા મળી છે. કાર્યક્રમમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ બેંગલુરૂના કાંતિરવા સ્ટેડિયમમાં યોજાયો હતો.
बेंगलुरु: कर्नाटक के मनोनीत मुख्यमंत्री सिद्धारमैया और उप मुख्यमंत्री डीके शिवकुमार आज शपथ ग्रहण करेंगे जिसके लिए श्री कांतीरवा स्टेडियम में लोगों की भीड़ जुटी है।#Karnataka pic.twitter.com/w2hVbqA68x
— ANI_HindiNews (@AHindinews) May 20, 2023
દેશના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા
बेंगलुरु: कर्नाटक के मनोनीत मुख्यमंत्री सिद्धारमैया और उप मुख्यमंत्री डीके शिवकुमार आज शपथ ग्रहण करेंगे जिसके लिए श्री कांतीरवा स्टेडियम में लोगों की भीड़ जुटी है।#Karnataka pic.twitter.com/w2hVbqA68x
— ANI_HindiNews (@AHindinews) May 20, 2023આ શપથવિધી સમારોહમાં બિહારના સીએમ નીતિશ કુમાર, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, મક્કલ નીધી મૈયામના વડા કમલ હાસન, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, મેહબુબા મુફ્તી અને ફારૂક અબ્દુલા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ શપથ લીધા બાદ સમારોહમાં હાજરી આપવા આવેલા વિપક્ષના નેતા સાથે પણ સિદ્ધારમૈયાએ હાથ મિલાવ્યા હતા.