પત્રકારોની જમાવટ: દેવાંશી જોશીએ પત્રકાર Ajay Umatને અનેક દુર્ઘટનાઓને લઈ સવાલ પૂછ્યો, રાજકોટ દુર્ઘટનાને લઈ અનેક સવાલોના મળી જશે જવાબ!


  • Published By :
  • Published Date : 2024-05-31 13:43:47

થોડા સમય પહેલા ગુજરાતમાં એક નિવેદનને કારણે મોટું આંદોલન છેડાઈ ગયું હતું.. અનેક જગ્યાઓ પર નિવેદનનો વિરોધ થયો, અનેક નેતાઓને નાગરિકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું.. તે સમયે લાગતું હતું કે નાગરિકો જે ધારે તે કરી શકે છે. નાગરિકમાં તે શક્તિ રહેલી છે કે ભલ ભલી સરકારને હલાવી નાખે.. અનેક વખત એવું જોવામાં આવ્યું છે અનેક મુદ્દાઓ પર નાગરિક બોલે છે પરંતુ સુરક્ષાની વાત જ્યારે આવે છે ત્યારે તે ચૂપ થઈ જાય છે.. સમાજની વાત આવે ત્યારે લોકોને એક થતા જોયા છે પરંતુ જ્યારે નાગરિક થવાની વાત આવે ત્યારે તે મૌન થઈ જાય છે.

દુર્ઘટના સર્જાઈ તે બાદ તંત્ર એક્શનમાં આવ્યું 

રાજકોટમાં બનેલી ઘટનાએ બધાને હચમચાવી નાખ્યા છે.. લોકોમાં રહેલી ચેતના જાણે સુઈ ગઈ હોય તેવું લાગે છે.. રાજકોટમાં બનેલી ઘટના સહિત અનેક મુદ્દાઓને લઈ દેવાંશી જોષીએ વરિષ્ઠ પત્રકાર Ajay Umat સાથે પત્રકારોની જમાવટ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી.. વાતચીત દરમિયાન સરે જણાવ્યું કે રાજકોટની દુર્ઘટના બાદ અનેક જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું અને ગેમ ઝોનને સિલ કરવામાં આવી, કાર્યવાહી કરવામાં આવી પરંતુ આ દુર્ઘટના સર્જાઈ તે બાદ..રાજકોટમાં આટલી મોટી ઈમારત કેવી રીતે બની ગઈ તેની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી.. અનેક કાયદાઓની વાત કરી હતી.. 



અનેક કિસ્સાઓને તેમણે યાદ કર્યા.. 

તે સિવાય સિસ્ટમને લઈ પણ તેમણે વાતો કરી.. હાઈકોર્ટના નિર્દેશોને જાણે સિસ્ટમ ઘોળીને પી ગઈ હોય તેવું લાગે છે તેવું તેમણે કહ્યું.. હાઈકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો પંરતુ તેનું પાલન કેટલું થયું તે આપણે જાણીએ છીએ.. તે સિવાય તેમણે અમદાવાદમાં બનેલા ગેમ ઝોનમાં બનેલી ઘટનાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ જિંદગી કેમ ના હોય તે જિંદગી કિંમતી છે.. બે લાખ, ચાર લાખનું વળતર આપો તે તો મજાક થઈ ગઈ છે તેમણે કહ્યું.. તપાસ કમિટી દ્વારા કરવામાં આવતી તપાસના રિપોર્ટ વિશે પણ તેમણે વાત કરી હતી..    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.