બોટાદ રેલવે સ્ટેશન પર ઉભેલી ડેમુ ટ્રેનમાં ભીષણ આગ લાગી છે. બોટાદ રેલવે સ્ટેશનના સાત નંબરના પ્લેટફોર્મ પર ઊભેલી ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગતા રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડીઓ સ્ટેશન પર પહોંચી હતી.
#Gujarat: Fire broke out on a local train at #Botad Railway Station earlier today. The train was scheduled to depart for #Ahmedabad today evening. No injuries reported@bhupendrajourno विडिओ pic.twitter.com/e90PnjHhq7
— Siraj Noorani (@sirajnoorani) April 17, 2023
ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો
#Gujarat: Fire broke out on a local train at #Botad Railway Station earlier today. The train was scheduled to depart for #Ahmedabad today evening. No injuries reported@bhupendrajourno विडिओ pic.twitter.com/e90PnjHhq7
— Siraj Noorani (@sirajnoorani) April 17, 2023બોટાદથી સુરેન્દ્રનગર જતી ડેમુ ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. આ ટ્રેનના ત્રણ ડબ્બા આગની ઝપેટમાં આવી ગયા હતા. પેન્ટ્રી સહિત બે પેસેન્જર ડબ્બામાં આગ લાગી હતી. રેલવે સ્ટેશને પહોંચેલી ફાયરવિભાગની ટીમ દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂમાં મેળવી લેવામાં આવ્યો હતો. ફાયરની ટીમના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી, જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.