નોટબંધી ભલે આર્થિક નીતિની બાબત હોય, નિર્ણયની રીત અંગે તપાસ કરી શકીએ: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2022-12-06 21:31:15

મોદી સરકારના નોટબંધીના નિર્ણયને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે 2016માં સરકારના રૂ. 500 અને રૂ. 1000 ની નોટોને બંધ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ અંગે દલીલો સાંભળી હતી.  સુપ્રીમ કોર્ટ આર્થિક નીતિના માપદંડની ન્યાયિક સમીક્ષા કરી શકતી નથી તેવી RBIની દલીલને સર્વોચ્ચ અદાલતે બાજુ પર રાખી હતી. ન્યાયાધીશ બીવી નાગરથનાએ જણાવ્યું હતું કે, "કોર્ટ નિર્ણયની યોગ્યતાઓમાં જશે નહીં. પરંતુ, કારણ કે તે એક આર્થિક નિર્ણય હતો તેથી તેનો અર્થ એ નથી કે કોર્ટ હાથ જોડીને બેસી જશે. અમે હંમેશા નિર્ણય કઈ રીતે લેવામાં આવ્યો તેની તપાસ કરી શકીએ છીએ."


5 જજોની બેંચે દલીલો સાંભળી 


જે રીતે નિર્ણય લેવાયો હતો તેનો બચાવ કરતા, આરબીઆઈના વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચ સમક્ષ રજૂઆત કરી હતી. સુનાવણી દરમિયાન આરબીઆઈ તરફથી હાજર થયેલા અગ્રણી વકીલ જયદીપ ગુપ્તાએ સર્વોચ્ચ અદાલતને નકલી ચલણને નિયંત્રિત કરવા માટે નોટબંધીની નિતીને વાકેફ કરાવી હતી. લગભગ પાંચ કલાક ચાલેલી સુનાવણીમાં કોર્ટે તે મજુરો અને ઘરના નોકરોનું પણ ધ્યાન રાખ્યું જેમણે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો પાછી આપવા માટે તેમને બેંકમાં લાંબી કતારોમાં ઉભું રહેવું પડ્યું હતું. 


RBIના વકીલોએ શું કહ્યું?


આરબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ ઓન રેકોર્ડ એચએસ પરિહાર અને એડવોકેટ કુલદીપ પરિહાર અને ઈક્ષિતા પરિહાર દ્વારા પણ કરવામાં આવ્યું હતું, એક વધારાના સોગંદનામામાં જણાવ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જનરલ રેગ્યુલેશન્સ, 1949 સાથે વાંચવામાં આવેલા આરબીઆઈ એક્ટની કલમ 26 ની જોગવાઈઓના પાલનમાં, આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડની બેઠક 8મી નવેમ્બર 2016ના રોજ યોજાઈ હતી અને વિગતવાર ચર્ચા-વિચારણા કર્યા બાદ બોર્ડે તારણ કાઢ્યું હતું કે મોટા જાહેર હિતમાં હાલમાં રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટોની કાયદેસરની ટેન્ડરની સ્થિતિ પાછી ખેંચી લેવું તે યોગ્ય રહેશે. આરબીઆઈએ તેની એફિડેવિટમાં કહ્યું કે ઠરાવ પસાર થયા બાદ, 8 નવેમ્બર 2016ના દિવસે સરકારને તે અંગે જાણ કરવામાં આવી હતી.


ચિદમ્બરમ પણ કોર્ટમાં હાજર રહ્યા


અરજદાર વતી હાજર રહેલા, વરિષ્ઠ વકીલ ચિદમ્બરમે મુદ્દો ઉઠાવ્યો હતો કે સંસદસભ્યોએ નોટબંધીની નીતિને અટકાવી દીધી હોત પરંતુ સરકારે કાયદાકીય માર્ગને અનુસર્યો ન હતો.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.