મોદી સરકારે નેટબંધીના પગલા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 4:1ના બહુમતી સાથે કેન્દ્ર સરકારે નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. જો કે સુપ્રીમ કોર્ટના એક જજએ તેમનો મત અન્ય ન્યાયાધિશથી અલગ આપ્યો હતો. જસ્ટીસ બીવી નાગરત્નાએ કેન્દ્ર સરકારના અધિકારના મુદ્દે અલગથી મત આપ્યો હતો. રિઝર્વ બેંકના કાયદાની કલમ 26(2) હેઠળ કેન્દ્રએ અધિકારીઓના મુદ્દે ન્યાયમૂર્તિ બી વી નાગરત્નાના મોત અન્ય એક જજ બી આગ ગવઈથી અલગ હતો. આવો અહીં જાણીએ ચુકાદા દરમિયાન જસ્ટીસ બીવી નાગરત્નાના મંતવ્યો શું હતા?
જસ્ટીસ બીવી નાગરત્નાએ શું કહ્યું?
1-જસ્ટીસ બીવી નાગરત્નાએ કહ્યું કે સંસદને નોટબંધી જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી હતી, આ પ્રક્રિયા ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા થવી જોઈતી નહોતી
2-જજે તે પણ સ્પષ્ટ કહ્યું કે આટલો મહત્વનો નિર્ણય સંસદની સંમતી વિના લઈ શકાય નહીં, સંસદમાં ચર્ચા થવી જોઈતી હતી.
3-રિઝર્વ બેંકે સરકારના નિર્ણયને શિરોમાન્ય ગણ્યો અને તે અંગે કોઈ વિચાર પણ કર્યો નહીં, તેની પાસે માત્ર અભિપ્રાય માંગવામાં આવ્યો જેને કેન્દ્રીય બેંકની ભલામણ કહીં શકાય નહીં.
4-ન્યાયમૂર્તિ નાગરત્નાએ કહ્યું કે 500 અને 1000ના નોટોને બંધ કરવાનો નિર્ણય ખોટો અને ગેરકાનુની હતો
5-ન્યાયમૂર્તિ નાગરત્નાએ તે પણ કહ્યું કે 500 અને 1000 રૂપિયાની સિરિઝની નોટ કાયદો બનાવીને જ રદ્દ કરી શકાતું હતું, નોટિફિકેશન દ્વારા નહીં.
જસ્ટીસ બીવી નાગરત્નાનો મત કેટલો મહત્વનો?
જસ્ટીસ બીવી નાગરત્નાએ સુપ્રીમ કોર્ટના તેમના ચાર સાથી ન્યાયાધિશોથી અલગ મત આપ્યો તે બાબત ભારતીય ન્યાયતંત્રની સ્વતંત્રતા બતાવે છે. સુપ્રીમ કોર્ટના તમામ પાચેય જજએ સર્વ સંમત ચુકાદો આપ્યો હોત તો કેન્દ્ર સરકારને મોટી રાહત મળી કહીં શકાત. જો કે જસ્ટીસ નાગરત્નાએ તેમના સ્વતંત્ર નિરિક્ષણો ટાંકીને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોને સરકારને નિશાન બનાવવાની તક મળી ગઈ છે. આથી સ્વાભાવિક રીતે જ કેન્દ્ર સરકારને પણ જસ્ટીસ નાગરત્નાનો સ્વતંત્ર મત પચશે નહીં.