નોટબંધી બાદ પણ નકલી નોટો હજુ છે માથામો દુ:ખાવો, આંકડાઓ ચોંકાવી દેશે


  • Published By :
  • Published Date : 2023-01-02 20:38:29

કેન્દ્ર સરકાર દ્વારા 2016માં નોટબંધી બાદ પણ દેશમાં નકલી ભારતીય ચલણનું ચલણ એક પડકાર બન્યો છે. સરકારે 2016માં રૂ. 1000 અને રૂ. 500ની નોટોને બંધ કરી દીધી હતી અને સરકારના નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય નકલી નોટોની સમસ્યાને દૂર કરવાનો હતો. જો કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના રિપોર્ટ અનુસાર, 2016 થી, દેશભરમાં કાયદા અમલીકરણ એજન્સીઓએ 245.33 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે.


NCRBનો રિપોર્ટ શું કહે છે?


NCRBના આ રિપોર્ટ અનુસાર 2020માં સૌથી વધુ 92.17 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જ્યારે સૌથી ઓછી રકમ 15.92 કરોડ રૂપિયાની 2016માં જપ્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં રૂ. 20.39 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી, જ્યારે 2019માં રૂ. 34.79 કરોડ, 2018માં રૂ. 26.35 કરોડ અને 2017માં રૂ. 55.71 કરોડ હતી.


RBIની રિપોર્ટમાં પણ ચોંકાવનારો ખુલાસો


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મે 2022માં પ્રકાશિતના વાર્ષિક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં બેંકો દ્વારા શોધી કાઢવામાં આવેલી રૂ. 500ની નકલી નોટોની સંખ્યા પાછલા વર્ષની સરખામણીએ બમણીથી વધુ વધીને 79,669 થઈ ગઈ છે. વર્ષ 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની 13,604 નકલી નોટો મળી આવી હતી, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 54.6 ટકા વધુ હતી. વર્ષ 2020-21માં ઘટાડા પછી, બેંકો દ્વારા જપ્ત કરવામાં આવેલી નકલી નોટોની કુલ સંખ્યા અગાઉના નાણાકીય વર્ષમાં 2,08,625થી વધીને 2,30,971 થઈ ગઈ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.