નોટબંધીના 6 વર્ષ, કોંગ્રેસ પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી સરકાર પર કર્યા પ્રહારો


  • Published By :
  • Published Date : 2022-11-08 17:50:50


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના દિવસે સાંજે 8 વાગ્યે નોટબંધીની જાહેરાત કરી હતી. મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાની ઘોષણા કરતા દેશભરમાં હડકંપ મચી ગયો હતો. આજે નોટબંધીની છઠ્ઠી વર્ષગાંઠ છે ત્યારે કોંગ્રેસે મોદી સરકારને નિષ્ફળ ગણાવી આકરા પ્રહારો કર્યા છે. 


શું આ ડિઝાસ્ટર માટે PM મોદી માફી માંગશે?-ખડગે


કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરી નોટબંધી દરમિયાન લાંબી લાઈનમાં ઉભા રહેવાથી કે અતિ કામના ભારણથી મોતને ભેટેલા 150 જેટલા સામાન્ય લોકો અને બેંકકર્મીઓને શ્રધ્ધાંજલિ અર્પી હતી. ખડગે આ ડિઝાસ્ટર માટે પીએમ મોદીની માફીની માગ કરી હતી.  ખડગેએ નોટબંધીને 'સામુહિક અને કાયદેસરની લૂંટ' ગણાવી હતી, નોટબંધીના કારણે MSME અને અસંગઠિત સેક્ટરમાં 3.72 કરોડ લોકોએ તેમની નોકરીઓ ગુમાવી હોવાનો પણ સરકાર પર આરોપ લગાવ્યો હતો. ખડગેએ તેમના ટ્વીટ સાથે એક અહેવાલ શેર કર્યો હતો જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, આજે ચલણમાં રોકડ રૂ. 30.88 લાખ કરોડ છે, જે નવેમ્બર 2016માં માત્ર રૂ. 17.97 લાખ કરોડ હતી. 


રાહુલ ગાંધીએ પણ કર્યા આકરા પ્રહારો 


કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ટ્વીટરના માધ્યમથી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, કાળું નાણું નથી આવ્યું, માત્ર ગરીબી આવી છે, અર્થંતંત્ર કેશલેસ નહીં, પણ નબળું પડ્યું છે, આતંકવાદ નહીં, કરોડો નાના વેપાર અને રોજગાર ખતમ થયો છે, 'રાજા'એ નોટબંધીમાં 50 દિવસમાં પરિણામોનો દિલાસો આપીને અર્થતંત્રને DeMo-lition કરી દીધી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?