સીમાંકન ઇફેક્ટ: પ્રચંડ માર્જિનથી ચૂંટણી જીતવાની ઉમેદવારોની આશાઓ ધુંધળી બની


  • Published By :
  • Published Date : 2022-11-21 15:48:26


વિધાનસભા મતવિસ્તારોના નવા સીમાંકન પછી 2012માં યોજાયેલી પ્રથમ વિધાનસભાની ચૂંટણી અનેક રીતે ઐતિહાસિક બની રહેશે. જેમાં વસ્તી ગણતરીના આધારે મતવિસ્તારની સીમાઓને ફરીથી દોરવામાં આવી હતી, આથી આગામી દાયકાઓ સુધી પ્રચંડ માર્જિનથી ચૂંટણી જીતવાની ઉમેદવારોની આશાઓને ધુંધળી બની ગઈ છે. વિધાનસભા મતવિસ્તારોના નવા સીમાંકનના કારણે મતદારોની વસ્તી અને બેઠકોની સામાજિક રચના બદલાઈ ગઈ છે.


નરોત્તમ પટેલ અને અમિત શાહની પ્રચંડ જીત


ગુજરાતમાં 2007ની વિધાનસભાની ચૂંટણી બે રાજકારણીઓ માટે સીમાચિહ્નરૂપ સ્પર્ધા સાબિત થઈ હતી, ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને હવે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, જેઓ સરખેજ (અમદાવાદ) મતવિસ્તારમાંથી લડ્યા હતા અને રાજ્યના ભૂતપૂર્વ સિંચાઈ પ્રધાન નરોત્તમ પટેલ ચોર્યાસી (સુરત)ના ભાજપના ઉમેદવાર હતા.


રાજ્યના પૂર્વ સિંચાઈ મંત્રી નરોત્તમ પટેલે ચોર્યાસી સીટમાંથી  જીત્યા હતા, નરોત્તમ પટેલને 5.84 લાખ મત મળ્યા હતા અને તેમણે કોંગ્રેસના ઉમેદવાર જનક ધાનાણીને 3. 47 લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા. વર્ષ 2007માં ચોર્યાસી મતવિસ્તારમાં સૌથી વધુ 15. 94 લાખ મતદારો હતા, તે જ પ્રકારે 2007ની ચૂંટણીમાં, ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અમિત શાહે કુલ 4. 07 લાખ મત મેળવ્યા હતા અને તેમના કૉંગ્રેસના હરીફ શશિકાંત પટેલને  2. 36 લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા. આ શક્ય બન્યું કારણ કે, 2007માં, સરખેજમાં 10. 26 લાખ મતદારો હતા. 


સુરત ઉત્તરમાં સીટમાં માત્ર 1. 63 લાખ મતદારો 


2012ની સીમાંકન પ્રક્રિયા પછી, હાલમાં 172 મતવિસ્તાર છે જ્યાં મતદાનની વસ્તી નરોત્તમ પટેલના 2007ના વિજય માર્જિન કરતાં ઓછી છે. જો કે, આજે પણ ચોર્યાસી બેઠક પર રાજ્યમાં સૌથી વધુ 5. 65 લાખ મતદારો છે, જ્યારે સુરત ઉત્તરમાં સૌથી ઓછા 1. 63 લાખ મતદારો છે.


182 બેઠકો પર સરેરાશ મતદારોની સંખ્યા 2.70 લાખ 


ભાજપના એક અગ્રણી નેતાના જણાવ્યા પ્રમાણે  જણાવ્યા પ્રમાણે ગુજરાતની 182 બેઠકો પર સરેરાશ મતદારોની સંખ્યા 2.70 લાખ છે. માત્ર 10 મતવિસ્તાર એવા છે જ્યાં લાયક મતદારોની સંખ્યા નરોત્તમ પટેલના 2007ના વિજય માર્જિન કરતાં વધી ગઈ છે. “2012 માં, સરખેજ મતવિસ્તારનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વેજલપુર વિધાનસભા બેઠક બનાવવા માટે નજીકના ઘાટલોડિયા અને દસક્રોઈ મતવિસ્તારમાં તેનું વિલિનીકરણ કરવામાં આવ્યું હતું. ચોર્યાસી બેઠકના કિસ્સામાં, મતવિસ્તારના ભાગોને અડીને આવેલી વિધાનસભા બેઠકો સાથે મર્જ કરવામાં આવ્યા હતા. ભાજપના નરોડાના ધારાસભ્ય માયા કોડનાનીનું 2007માં 1. 8 લાખ મતનું માર્જિનનો રેકોર્ડ પણ હજુ તોડવાનો બાકી છે, ”


સીમાંકનની અસર ઘાટલોડિયા બેઠક પર


સીમાઓ ફરીથી દોરવાની અસર ઘાટલોડિયા બેઠક પર દેખીતી થઈ હતી. જ્યાં, 2012 માં, તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 1. 1 લાખ મતોના માર્જિનથી જીત્યા હતા. 2017ની ચૂંટણીમાં,આનંદીબેન પટેલે પ્રથમ વખતના ધારાસભ્ય અને નજીકના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલ માટે તે બેઠક ખાલી કરી હતી. જેઓ 1. 18 લાખ મતોના માર્જિનથી જીત્યા હતા અને ત્યારબાદ ગયા વર્ષે મુખ્યમંત્રી બન્યા.


2007ની વિધાનસભા ચૂંટણી પછી, ગુજરાતમાં 2012 અને 2017માં વિધાનસભાની ચૂંટણીઓ જોવા મળી. જો કે, ભાજપના ત્રણ ઉમેદવારો - અમિત શાહ, નરોત્તમ પટેલ, અને માયાબેન કોડનાની - જેઓ 2007માં જંગી મત માર્જિનથી જીત્યા હતા તેનો રેકોર્ડ અત્યાર સુધી તૂટ્યો નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?