દિલ્હી અપડેટ: પોલીસ સામે સાહિલની કબુલાત, ઈગ્નોર કરતી હતી માટે સાક્ષી પર કર્યો હુમલો! હુમલાને લઈ સાહિલને નથી પછતાવો, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-30 13:18:44

દિલ્હીમાં 16 વર્ષની દીકરીની 20 વર્ષના છોકરાએ ખુલ્લેઆમ હત્યા કરી દીધી હતી. સાહિલ નામના વ્યક્તિએ સાક્ષીની ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી હતી ઉપરાંત માથા પર પથ્થર પણ માર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારની છે. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી સાહિલ ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે થોડા સમયની અંદર જ તેને પકડી પાડ્યો હતો. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે સાહિલની પૂછપરછ પણ કરી હતી પરંતુ મળતી માહિતી અનુસાર સાહિલને પોતાના કર્યા પર કોઈ પછતાવો નથી.

  

બ્રેક થવાને કારણે સાહિલે કરી હત્યા!      

મહિલાઓ પર હુમલા થવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીથી એક એવા સમાચાર સામે આવ્યા હતા જેણે આખા દેશના રૂંવાડા ઉભા કરી દીધા હતા. દિલ્હીમાં ખુલ્લેઆમ 20 વર્ષના છોકરાએ 16 વર્ષની છોકરીની બેરહેમીથી હત્યા કરી દીધી હતી. પહેલા ચપ્પાના ઘા માર્યા અને તે બાદ પથ્થરથી માથા પર હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકજ કરી લીધી છે. પોલીસ સમક્ષ આરોપીએ ગુન્હાની કબુલાત કરી લીધી છે. પૂછપરછ દરમિયાન સાહિલે કહ્યું કે તેને તેના ગુનાનો કોઈ અફસોસ નથી. ઘટના સમયે તે ખૂબ જ ગુસ્સામાં હતો. તેનું કારણએ પણ છે કે સાક્ષી ઘણા દિવસોથી તેને ઈગ્નોર કરી રહી હતી. 


સાહિલને નથી કોઈ પસ્તાવો!

વધુમાં પોલીસે કહ્યું કે સાક્ષી બ્રેક કરવા માગતી હતી. ઘણા દિવસોથી સાક્ષી તેને ઈગ્નોર કરતી હતી. બ્રેકઅપ કરવાનું હતું જેને કારણે તેણે સાહિલથી અંતર બનાવી લીધું હતું, જે તેને સહન ન થયું હતું. ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં પણ સાહિલ ગુસ્સામાં દેખાઈ રહ્યો છે. 20થી વધુ વખત સાહિલે ચપ્પાથી ઘા કર્યા અને તે બાદ પથ્થરથી મોઢા પર હુમલો કર્યો. ઘટનાને અંજામ આપી સાહિલ ફરાર થઈ ગયો હતો. દિલ્હી પોલીસે ઉત્તરપ્રદેશના બુલદશહરથી સાહિલની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ આરોપીએ ગુન્હો કબૂલ કરી લીધો છે. અચાનક બ્રેકઅપ થવાને કારણે તેને ગુસ્સો આવ્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?