દિલ્લીના સમાજ કલ્યાણ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે નાગપુરના બૌદ્ધ મહાસાભામાં પોતાના ધર્મનું પરિવર્તન કરાવ્યું હતું. સમગ્ર મામલા પર ભાજપના નેતાઓએ સવાલોનો વરસાદ કરી દીધો છે. ભાજપના પ્રવક્તા હરીશ ખુરાનાએ આક્ષેપ કર્યો છે કે દિલ્લીના મંત્રીઓએ હિંદુના ઈષ્ટ દેવોનું અપમાન કર્યું છે. આ સિવાય ભાજપ નેતા કપિલ મિશ્રા અને ભાજપના સાંસદ મનોજ તિવારીએ પણ કાર્યક્રમ પર સવાલો કર્યા છે.
હું રામ અને કૃષ્ણમાં નહીં માનું: રાજેન્દ્ર પાલ ગૌતમ
દિલ્લી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે નાગપુરમાં ધર્મ પરિવર્તન કરાવ્યું છે. આ ધર્માંતરણમાં તેમને હિંદુ દેવી દેવતાઓને નહીં માનવાની શપથ અપાવી છે. સમગ્ર મામલે દિલ્લી ભાજપના નેતાઓએ રાજેન્દ્ર પાલ ગૌતમને રાજકીય રીતે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર મામલે રાજેન્દ્ર પાલ ગૌતમે શું પ્રતિક્રિયા આપી?
દિલ્લી ભાજપના નેતાઓના સવાલોના જવાબ આપતા દિલ્લી સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું હતું કે 1956થી અત્યાર સુધી દેશ અને દુનિયામાં બૌદ્ધ ધર્મની દીક્ષા લેવામાં આવે છે. દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી ત્યાં હર વર્ષે લાખો લોકો ભેગા થાય છે. દેશના અનેક રાજ્યોમાં બૌદ્ધ ધર્મની દિક્ષા લેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ડૉ. આંબેડકરે ધર્મપરિવર્તન કરી લીધી હતી 22 પ્રતિજ્ઞા
દિલ્લી સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે દિક્ષા લીધી હતી ત્યારે તેમણે 22 પ્રતિજ્ઞા લીધી હતી. આ ધર્મ પરિવર્તનનો ધ્યેય કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. આ પ્રતિજ્ઞાઓ લેવા પાછળનો ઉદ્દેશ્ય છે દેશ મજબૂત થાય અને ભારત જાતિમુક્ત બને. દેશમાં જેમ જેમ દલિતો સાથે થતા અત્યાચારોના બનાવો વધ્યા છે તેથી આવા કાર્યક્રમોની તિવ્રતામાં વધારો થતો જોવા મળ્યો છે.