લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત તમામ 16 લોકોને જામીન આપી દીધા છે. 50000ના બોન્ડ અંતર્ગત આ જામીન આપવામાં આવી છે. લેન્ડ ફોર જોબ સ્કેમને લઈ કેન્દ્રીય એજન્સી દ્વારા ચાર્જશીટ દાખલ કરાતા કોર્ટે તેમને સમન્સ પાઠવ્યું હતું અને હાજર રહેવા આદેશ આપ્યો હતો. આદેશ મળતા લાલુ યાદવ વ્હિલચેર પર પત્ની અને પુત્રી સાથે કોર્ટ પહોંચ્યા હતા. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે લાલુ યાદવ જ્યારે રેલ મંત્રી હતા ત્યારે રેલવેમાં લોકોને નોકરીની બદલીમાં જમીન લેવાનો આરોપ છે.
કોર્ટ સમક્ષ હાજર થયો યાદવ પરિવાર
લેન્ડ ફોર જોબ કૌભાંડને લઈ સીબીઆઈ દ્વારા ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી જેને લઈ આજે કોર્ટ સમક્ષ યાદવ પરિવાર હાજર રહ્યો હતો. સમન્સ જારી કરીને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ આજે કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જમીનની બદલીમાં નોકરી આપવાના કથિત કૌભાંડને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે તેઓ રેલ મંત્રી હતા ત્યારે વર્ષ 2004થી 2009 દરમિયાન તેમણે અને તેમના પરિવારના સભ્યોએ રેલવેમાં નોકરીના બદલામાં લોકો પાસેથી જમીન લીધી છે. આ કેસને લઈ 5 મહિના પહેલા ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી 29 માર્ચના રોજ હાથ ધરાશે.
#WATCH | Land-for-job case: Lalu Yadav leaves from Delhi's Rouse Avenue Court.
— ANI (@ANI) March 15, 2023
The court grants bail to Rabri Devi, Misa Bharti, him & other accused in the matter and directed every accused to furnish Rs 50,000 personal bail bond & a like amount surety. pic.twitter.com/Qv4ElT6rbN
સીબીઆઈએ રાબડી દેવીના ઘરે પાડ્યા હતા દરોડા
એક તરફ સીબીઆઈએ રેલવેમાં નોકરીના બદલીમાં જમીન લેવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ ઈડી પણ મની લોન્ડરિંગ કેસને લઈ તપાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા રાબડી દેવીના ઘરે સીબીઆઈની ટીમ પહોંચી હતી.સીબીઆઈની ટીમે રાબડીદેવીની પૂછપરછ કરી હતી. તે પછી સીબીઆઈની ટીમ મીસા ભારતીના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી.