ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. અત્યાર સુધી દિલ્લીમાં હોવા છત્તા દિલ્લીમાં જેનુ રાજ ન હતુ એવી ભાજપ સરકારે હવે અહીં પોતાનુ શાસન સ્થાપ્યુ છે.
દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પરિણામ સ્વરુપ ભારતીય જનતા પાર્ટીની જીત થતા ફક્ત દિલ્લી જ નહી પણ સમગ્ર ભારત એ જાણવા ઉત્સુક છે કે કોણ હશે દિલ્લીનાં નવા મુખ્યમંત્રી.
ત્યારે દિલ્લીનાં રામલીલા મેદાનમાં ભાવી મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભવ્ય સમારોહ યોજાયો છે. ગઈ કાલે તારીખ 19 ફેબ્રુઆરીનાં રોજ રામલીલા મેદાનમાં વિધાયક દળની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીનુ નામ જાહેર કરવામાં આવ્યુ અને આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની શપથ વિધી થશે. શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, ફિલ્મ સ્ટાર્સ, સાધુ સંતો તેમજ અનેક હસ્તીઓ હાજર રહેશે. તેમજ કેજરીવાલને પણ શપથ સમારોહમાં આવવા આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.
ઓપી ધનખડ અને રવિશંકર પ્રસાદ ગઈ કાલની ધારાસભ્ય દળની બેઠકના નિરીક્ષક રહ્યા હતા.
રામલીલા મેદાનમાં રેખા ગુપ્તાને દિલ્લીનાં મુખ્યમંત્રી પદનું સિંહાસન સોંપાયુ છે.
કેજરીવાલનાં દિલ્લીમાં હવે રેખાબેન કરશે રાજ.
નવા સીએમનાં નામની અટકળોમાં મુખ્ય બે નામો લેવાઈ રહ્યા હતાં જેમાં એક હતાં પ્રવેશ વર્મા કે જેમણે કેજરીવાલને મ્હાત આપી છે અને બીજુ નામ હતુ રેખા ગુપ્તા કે જેઓ ભાજપનાં મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ છે તો કદાચ જો મુખ્યમંત્રીનો ચહેરો એક મહિલા હોય તો તે રેખા ગુપ્તા હોઈ શકે છે એવા અનુમાનો લગાવાઈ રહ્યા હતા. આ બે નામ દિલ્લી મુખ્યમંત્રીની ખુરશી માટે સૌથી વધારે દાવાદાર માનવામાં આવી રહ્યા હતા. મોટા ભાગે ભાજપનાં નિર્ણયો, આપણી અટકળો અને અનુમાનો કરતા અલગ રહ્યા છે. પરંતુ આ વખતે જે અનુમાનો લગાવાઈ રહ્યા હતા એ સાચા ઠર્યા છે. અને દિલ્લીના સીએમ તરીકે રેખાબેન ગુપ્તાની નિયુક્તિ થઇ છે
રેખા ગુપ્તા દિલ્લીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે
આજે રામલીલા મેદાનમાં રેખા ગુપ્તા મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે