છેલ્લા થોડા સમયથી દિલ્હીની ચર્ચા વાયુ પ્રદૂષણને કારણે થઈ રહી છે. દિલ્હીની હવા ઝેરી બની ગઈ છે તેવી વાતો કરવામાં આવે છે, તેવા સમાચાર અનેક વખત તમે વાંચ્યા હશે. ત્યારે આજે દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. 9 અને 10 નવેમ્બર દરમિયાન થયેલા વરસાદને કારણે ઝેરી હવાથી થોડી રાહત મળી છે. દિલ્હીમાં એવા સમયે વરસાદ થયો છે જ્યારે પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે બનાવટી વરસાદ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો હતો. 20 અને 21 નવેમ્બરે બનાવટી વરસાદ કરવાનો વિચાર કરાઈ રહ્યો હતો.
વરસાદી ઝાપટાને કારણે વાયુ પ્રદૂષણનું ઘટ્યું સ્તર
વાયુ પ્રદૂષણની સમસ્યા દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વધી રહી છે. એક્યુઆઈ ભયજનક સપાટીને વટાવી ચૂક્યો છે. દિલ્હીવાસીઓ છેલ્લા ઘણા સમયથી વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગંભીર પ્રદૂષણનો સામનો ત્યાંના લોકો કરી રહ્યા છે કારણ કે દિલ્હી-એનસીઆરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 450ની આસપાસ પહોંચ્યો છે. વાયુ પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે વરસાદી ઝાપટાને કારણે દિલ્હીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદને કારણે વાયુ પ્રદૂષણ ઘટ્યું છે.
કુત્રિમ વરસાદ અંગે થઈ રહ્યો હતો વિચાર
દિલ્હી-એનસીઆરના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. સવારે જ્યારે દિલ્હીવાસીઓ ઉઠ્યા ત્યારે અલગ હવામાનમાં ઉઠ્યા. દિલ્હી સિવાય નોઇડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડામાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદને કારણે છેલ્લા ઘણા દિવસો પછી 400થી નીચે એક્યુઆઈ પહોંચ્યો છે. કુદરતે દિલ્હીવાસીઓને દિવાળીની ભેટ આપી હોય તેવું લાગી રહ્યું છે.! જ્યારે કમોસમી વરસાદ આવતો હોય છે તો તે દુખદ સાબિત થતો હોય છે પરંતુ આ વરસાદ દિલ્હીવાસીઓને આનંદની અનુભૂતિ કરાવતો હશે.!