રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણ બાદ GRAPનું સ્ટેજ-4 શરૂ કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે છે અને આજે પણ સવારે ધુમ્મસ અને ધુમાડાના ગોટેગોટા છે. છેલ્લા કેટલાક દિવસોથી, દિલ્હીના ઘણા ભાગોમાં AQI 400 હતો, જ્યારે હવે તે 450ને વટાવી ગયો છે. આવી સ્થિતિમાં લોકો ખાસ કરીને વૃદ્ધો અને શાળાએ જતા બાળકોના સ્વાસ્થ્યની પણ ચિંતા વધી છે. આવી સ્થિતિમાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓ પણ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે. એકવાર GRAP સ્ટેજ 4 લાગુ થઈ જાય પછી ઘણા નવા નિયંત્રણો લાદવામાં આવી શકે છે.
દિલ્હીમાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો
નિષ્ણાંતોએ અગાઉ પણ દિલ્હીમાં પ્રદૂષણનો ખતરા અંગે આગાહી કરી હતી તેમણે કહ્યું હતું કે હજુ ખતરો સમાપ્ત થયો નથી. દિવાળી વહેલી આવી ગઈ છે અને નવેમ્બર આવતાની સાથે જ પરિસ્થિતિ ખતરનાક બની જશે અને એવું થયું. ગયા વર્ષે પણ નવેમ્બરના અંતમાં દિલ્હીમાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો હતો. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, આ વખતે 1 ઓક્ટોબરથી ગ્રાફ લાગુ છે અને ધીમે ધીમે વધતા પ્રદૂષણ સાથે, ગ્રાપ સ્ટેજ 3 લાગુ કરવામાં આવ્યો હતો અને ગુરુવારે 3જી નવેમ્બરના રોજ, ગ્રાફનો સ્ટેજ 4 પણ અમલમાં આવ્યો હતો.
GRAP સ્ટેજ-4, નવા નિયંત્રણો શું હશે?
ઓડ-ઈવન સિસ્ટમ લાગુ કરી શકાય છે. મતલબ કે એક દિવસ એકી સંખ્યા બહાર આવશે અને બીજા દિવસે બેકી સંખ્યા બહાર આવશે.
ઓફિસમાં 50 ટકા કામ સાથે સરકાર ઘરેથી કામ કરવાનો નિર્ણય પણ લઈ શકે છે.
શાળા-કોલેજો બંધ રહી શકે છે.
દિલ્હીમાં BS-6 સિવાયના ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન સિવાય તમામ ઉદ્યોગો બંધ રહેશે.
હાઇવે, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન અને પાઇપલાઇન બાંધકામ બંધ રહેશે.
આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી ટ્રકો સિવાયની ટ્રકો પર પ્રતિબંધ