બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવા તૈયાર દિલ્હી પોલીસ! જાણો આ મામલે શું કહ્યું દિલ્હી પોલીસે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-11 18:39:07

પહેલવાનો ઘણા સમયથી WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણને સજા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. મહિલા પહેલવાનોએ તેમના વિરૂદ્ધ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં  આવે તે માટે ઘણા મહિનાઓ સુધી પહેલવાનોએ ધરણા કર્યા હતા. અનેક વખત ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ સુધી કેસ પહોંચ્યો હતો અને કોર્ટના આદેશ બાદ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક આરોપો દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે નવો ખુલાસો સામે આવ્યો છે જેમાં દિલ્હી પોલીસે જણાવ્યું છે કે બ્રિજભૂષણે મહિલા રેસલર્સની છેડતી કરી, કેસ ચાલવો જોઈએ.   


બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ ચાલવો જોઈએ - દિલ્હી પોલીસ 

બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવ્યા છે. તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે તેમણે ઘણા સમય સુધી ધરણા કર્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભાજપના સાંસદ સામે કેસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દાખલ કરવામાં આવ્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન, છેડતીના આરોપમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી દિલ્હી પોલીસે ચાર્જશીટમાં કેટલાંક ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. થોડા સમય પહેલા પોલીસે બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ચાર્જશીટમાં કહ્યું હતું કે 6 કુસ્તીબાજોની ફરિયાદોની અત્યારસુધીની તપાસના આધારે બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવી શકે છે. સિંહ જાતીય સતામણી, છેડતી અને પીછો કરવા જેવા ગુનાઓ માટે કાર્યવાહી અને સજાને પાત્ર છે.   

પહેલવાનોના મામલે કોંગ્રેસ દેખાઈ આક્રામક

દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી વાત પર કોંગ્રેસ આક્રામક દેખાઈ છે. કોંગ્રેસ દ્વારા આ વાતને સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. આ મામલે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે “कानून और नैतिकता कहती है कि महिलाओं के साथ अत्याचार करने वाले आरोपी को उसके पद से हटाया जाए, निष्पक्ष जांच हो, गिरफ्तारी हो और अदालत में उसे सजा दिलवाई जाए लेकिन बीजेपी सरकार में देश का मान बढ़ाने वाली महिला खिलाड़ियों के साथ अत्याचार करने वाले आरोपी को बचाया क्यों जाता है, मामले को दबाया क्यों जाता है, जांच में मामले को रफा-दफा क्यों किया जाता है?”


આ મામલે અમિત શાહ સાથે કરી હતી બેઠક 

મહત્વનું છે કે આ મામલે કાર્યવાહી કરવાની માગ છેલ્લા કેટલાય સમયથી કુસ્તીબાજો દ્વારા કરવામાં આવી રહી હતી. દિલ્હીના જંતર મંતર ખાતે જ્યારે તેઓ ધરણા કરી રહ્યા હતા ત્યારે અનેક રાજકીય પાર્ટીના નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા. અમિત શાહ સાથે પણ કુસ્તીબાજોએ બેઠક કરી હતી તે ઉપરાંત અનુરાગ ઠાકોર સાથે પણ તેમણે બેઠક કરી હતી. અનેક સમય વિતી ગયો છે પરંતુ ધીમે ધીમે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે આ મામલે પીએમ મોદી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે?   




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..