દિલ્હી પોલીસે NewsClick વેબસાઈટ સાથે જોડાયેલા પત્રકારોને ત્યાં દરોડા પાડ્યા છે. પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આ રેડ કરવામાં આવી હતી. મંગળવાર સવારે દિલ્હી, નોયેડા અને ગાઝિયાબાદમાં રેડ કરી હતી. જે પત્રકારોને ત્યાં રેડ પાડવામાં આવી તેમાં પત્રકાર ઉર્મિલેશ અને અભિસાર શર્મા સહિત અનેક પત્રકારોના નામ શામિલ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક સાથે 30 જગ્યાઓ પર છાપેમારી કરી હતી. આ રેડ દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ઘટના સ્થળેથી ઘણાબધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને જપ્ત કરાયા છે.
#WATCH | Delhi: Raids underway at the NewsClick office.
— ANI (@ANI) October 3, 2023
Raids at different premises linked to NewsClick are currently underway at over 30 locations, no arrests made so far. pic.twitter.com/YQBMRsoVkx
રેડ પડ્યા બાદ પત્રકારોએ આપી આ પ્રતિક્રિયા
ભાષા સિંહ, ઉર્મિલેશ, પ્રબીર પુરકાયસ્થ, અભિસાર શર્મા, ઔનિંદ્યો ચક્રવતી અને સોહેલ હાશમીને ત્યાં રેડ કરવામાં આવી છે. ત્રીસથી વધુ જગ્યાએ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. રેડ દરમિયાન ઈલેક્ટ્રોનિક પુરાવા અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્આ છે. ન્યુઝ ક્લિક પર વિદેશી ભંડોળ અંહે કેસ નોંધવામાં આવ્યો છે. અભિસાર શર્માએ ટ્વિટ કરી લખ્યું કે દિલ્હી પોલીસ મારા ઘરે આવી છે. મારું લેપટોપ અને મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બાદ ભાષા સિંહે લખ્યું કે પોતાના ફોનથી હું આ છેલ્લી ટ્વિટ કરી રહી છું. આ પછી દિલ્હી પોલીસે તેમનો ફોન જપ્ત કરી લીધો છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રેડ પર આપી પ્રતિક્રિયા
દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ, ચીન અને વિવાદાસ્પદ ન્યુઝ વેબસાઈટ ન્યુઝ ક્લિક એક જ નાળથી જોડાયેલા છે. જ્યારે હું ન્યૂઝ ક્લિક અને તેના ફંડિંગ વિશે વાત કરું છું ત્યારે ભારતમાં તેની વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં રૂપિયા ક્યાંથી લેવાયા અને ક્યાંથી આવ્યા તેની માહિતી છે. જો તમે તેમના ફંડિંગ નેટવર્ક પર નજર નાખો, તો નવલરાય સિંઘમે તેને ભંડોળ પૂરું પાડ્યું હતું. તેને ચીનથી ફંડિંગ મળ્યું હતું.