પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્લીના કાલકાજી વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં પુનર્વસન યોજના અંતર્ગત 3 હજાર 24 EWS ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓને ઈડબલ્યુએસ ફ્લેટની ચાવીઓ સોંપી હતી.
કાલકાજીમાં બનાવવામાં આવેલા આવાસનું નિર્માણ દિલ્લી વિકાસ ઓથોરિટી દ્વારા કરવામં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી કે કેંપમાં રહેતા એવા લોકો કે જેની પાસે રહેવા માટે ઘર નથી તેમને ઘર આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પાછળ સરકારનો ઉદ્દેશ્ય હતો કે ઝુંપડામાં રહેતા લોકોને સારું ઘર મળે અને સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા આપવામાં આવે.કેવો છે ડીડીએનો પૂરો પ્રોજેક્ટ?
DDAએ કાલકાજી એક્સટેન્શન, જેલોરવાલા બાગ અને કઠપુતળી કોલોનીમાં એમ ત્રણ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. કાલકાજી વિસ્તારની યોજનામાં ભૂમિહીન શિભિર, નવજીવન શિબિર અને જવાહર શિબિર નામની 3 ઝુંપડીના વિસ્તારોના લોકોને પુનર્વસન યોજના અંતર્ગત રહેવા માટે ઘર અપાવ્યા છે.