દિલ્હીના નાંગલોઈમાં મોહરમના જુલૂસમાં પથ્થરમારા બાદ પોલીસે FIR નોંધી, CCTV પરથી આરોપીની થઈ ઓળખ


  • Published By :
  • Published Date : 2023-07-30 14:19:54

રાજધાની દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં શનિવારે સાંજે મોહરમના જુલૂસમાં અચાનક હંગામો થયો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસ અને રાહદારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. તે જ સમયે, કેટલાક લોકો તલવારો ચલાવીને ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા. હવે પોલીસે આ સમગ્ર મામલે 3 FIR નોંધી છે, જ્યારે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે મોહરમના જુલૂસમાં થયેલી હિંસામાં પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.


પોલીસે FIR નોંધી


પોલીસે આ સમગ્ર મામલે 3 FIR નોંધી છે. પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 147, 148, 149, 151, 152, 153, 186, 323, 324, 332, 353, 307, 427 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે અનેક આરોપીઓની ઓળખ પણ કરી લીધી છે.


શા માટે હિંસા થઈ?


નાંગલોઈના SHO પ્રભુ દયાલના નિવેદન પર નોંધવામાં આવેલી FIRમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસના જણાવ્યા  શનિવારે મોહરમ નિમિત્તે નાંગલોઈ વિસ્તારમાં તાજીયા જુલૂસ કાઢવામાં આવી રહ્યા હતા. જેમાં આઠથી દસ હજાર લોકો સામેલ હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. સરઘસ કાઢતા પહેલા પોલીસે તાજીયા જુલૂસનો સંપૂર્ણ રૂટ આયોજકોને આપી દીધો હતો. આ તાજીયા જુલૂસ નાંગલોઈના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નાંગલોઈ ચોક ખાતે સમાપ્ત થવાની હતી. બપોરે સરઘસ ચોકમાં પહોંચતા જ કેટલાક લોકોએ તેને સૂરજમલ સ્ટેડિયમ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. તાજિયા જુલૂસમાં સામેલને લોકોને પોલીસે નિયત રૂટથી અલગ જતા રોક્યા તો તેમણે પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી. લોકોએ તેમને સૂરજમલ સ્ટેડિયમ જવા માટે દબાણ કરવા લાગ્યા હતા, જોકે સ્ટેડિયમની અંદર જવાની પરવાનગી નહોતી. જુલૂસમાં 6-7 હાથલારીઓ પર આવેલા તાજિયાના આયોજકોએ ભીડને સ્ટેડિયમની અંદર જવા માટે ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું, આમાંથી કેટલાક લોકોના હાથમાં તલવાર, છરી, લોખંડના સળિયા, લાકડીઓ વગેરે જેવા હથિયારો હતા. પોલીસના ઇનકાર પર ભીડે પથ્થરમારો શરૂ કર્યો હતો, ભીડમાંના એક વ્યક્તિએ SI પર પણ છરી વડે હુમલો કર્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?