દિલ્હીમાં હિંદુ સગીરાની હત્યા મામલે રાજનિતી શરૂ, કપિલ મિશ્રાએ કહ્યું 'દરેક ગલીમાં બની રહી છે કેરાલા સ્ટોરી'


  • Published By :
  • Published Date : 2023-05-29 18:27:34

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં થયેલી દર્દનાક હત્યા મામલે હવે રાજનિતી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં એક સગીર હિંદુ છોકરીની ઘાતકી હત્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ ઘટના અંગે તેમણે કહ્યું હતું કે, આશ્ચર્યજનક અને ભયાનક બાબત એ છે કે રાજધાનીમાં આવી ઘટનાઓ નિર્ભયતાથી કરવામાં આવી રહી છે. એક સગીર હિન્દુ છોકરીને કચડીને મારી નાખવામાં આવી રહી છે. 


દિલ્હીની દરેક ગલીમાં કેરાલા સ્ટોરી


ભાજપના નેતા કપિલ મિશ્રાએ આ નિર્મમ હત્યા મામલે કહ્યું કે દિલ્હીના દરેક ગલી, મોહલ્લામાં કેરલ સ્ટોરી બની રહી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે દિલ્હીમાં જ 'ધ કેરલ સ્ટોરી' જેવી ઘટનાઓ સામે આવી રહી છે. અત્યારે અમે શ્રદ્ધા માટે ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા કે અન્ય એક હિંદુ સગીર છોકરીની હત્યાએ બધાને ચોંકાવી દીધા છે. દિલ્હી બીજેપી નેતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, દિલ્હીમાં આટલી દર્દનાક હત્યા થઈ છે તે ચોંકાવનારું છે. અન્ય એક સગીર હિન્દુ યુવતીને કચડીને મારી નાખવામાં આવી હતી. તેમણે લખ્યું છે કે, સગીરાનો હત્યારો સરફરાઝનો પુત્ર સાહિલ છે. કપિલ મિશ્રાએ આગળ લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ તે હિંદુ બેટીને બચાવી ન શક્યું, આ ગલીઓમાં આખરે કેટલી કેરાલા સ્ટોરીઓ બનશે, અને ક્યાં સુધી બેટીઓને આ રીતે મારી નાખવામાં આવશે.


શ્રધ્ધા સાથે પણ આજ થયું હતું


મિશ્રાએ શ્રધ્ધા હત્યા કેસને યાદ કરતા કહ્યું કે આ જ દિલ્હીમાં શ્રધ્ધા સાથે પણ આવું જ થયું હતું. હજું સુધી શ્રધ્ધા હત્યારાને પણ ફાંસી થઈ નથી. તે હજું પણ જીવતો છે. આ ન્યાયતંત્રની પણ મોટી નિષ્ફળતા છે. જો શ્રધ્ધાનો હત્યારો ફાંસી પર લટક્યો હોત તો સરફરાઝનો પુત્ર સાહિલની હત્યા કદાચ ન થઈ હોત. નિર્દોષ છોકરીને મારતા પહેલા તે કદાચ બે વખત વિચાર કરત, એવું લાગી રહ્યું છે કે આપણા શહેરના દરેક ગલી-મહોલ્લામાં કેરાલા સ્ટોરી બની રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?