દિલ્હીની કેજરીવાલ સરકારે વિધાનસભાના ધારાસભ્યોને તોંતિંગ પગારની લ્હાણી કરી છે. ધારાસભ્યોના પગાર-ભથ્થાને લઈ રાષ્ટ્રપતિની મંજુરી મળતા હવે તમામનો પગાર 66 ટકા વધી ગયો છે. હવે દિલ્હીના ધારાસભ્યોને માસિક 90 હજાર રૂપિયા જેટલો પગાર મળશે. પહેલા દિલ્હીના ધારાસભ્યોની સેલેરી 54 હજાર હતી.
Following the assent of the President to the Members of the Legislative Assembly of the National Capital Territory of Delhi (Salaries, Allowance, Pension, etc.) Act, 1994, Department of Law, Justice & Legislative Affairs, Delhi Govt issues notification to amend salaries,… https://t.co/1NqlsStnzY pic.twitter.com/qjYLyDDN0Q
— ANI (@ANI) March 13, 2023
CM,મંત્રીઓ અને વિ.અધ્યક્ષનો પગાર પણ વધ્યો
Following the assent of the President to the Members of the Legislative Assembly of the National Capital Territory of Delhi (Salaries, Allowance, Pension, etc.) Act, 1994, Department of Law, Justice & Legislative Affairs, Delhi Govt issues notification to amend salaries,… https://t.co/1NqlsStnzY pic.twitter.com/qjYLyDDN0Q
— ANI (@ANI) March 13, 2023દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ તથા વિપક્ષના નેતાને ભથ્થા સહિત કુલ 1.70 લાખ રૂપિયા પ્રતિમાસ મળશે. આ પહેલા તેમને 72 હજાર રૂપિયા મળતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી વિધાનસભામાં 4 જુલાઈ 2022ના રોજ પગાર વધારાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
પગાર વધારાનો અમલ 14 ફેબ્રુઆરીથી
દિલ્હી વિધાનસભાના ધારાસભ્યોના પગાર વધારાને લઈ રસપ્રદ બાબત છે કે પગાર વધારાનો અમલ પાછલી તારીખ એટલે કે 14 ફેબ્રુઆરી 2023થી થશે. દિલ્હીના ધારાસભ્યોનો પગાર વધારો 12 વર્ષ બાદ થયો છે.
ભથ્થા સાથે કેટલો પગાર વધારો?
ધારાસભ્યોનો બેઝીક પહેલા 12 હજાર હતો હવે 30 હજાર થઈ ગઈ છે, દૈનિક ભથ્થું 1 હજાર હતું જે હવે 1500 થઈ ગયું છે. સીએમ, મંત્રીઓ વિધાનસભા અધ્યક્ષ તથા વિપક્ષના નેતાનો બેઝિક 18 હજારથી વધીને 60 હજાર થઈ ગઈ છે. તે ઉપરાંત ધારાસભ્યોને એક લાખ રૂપિયાનું ટ્રાવેલ એલાઉન્સ મળશે. દિલ્હીના ધારાસભ્યોને પ્રત્યેક કાર્યકાળમાં લેપટોપ, પ્રિન્ટર, મોબાઈલ ખરીદવા માટે એક લાખ રૂપિયા મળશે.
અન્ય રાજ્યોમાં કેટલો પગાર અને ભથ્થા?
અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હીમાં રહેવાનો ખર્ચ ભારતના મોટાભાગના રાજ્યોની તુલનામાં વધુ છે. આવો જાણીએ કે ભાજપ, કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષ શાસિત રાજ્યોમાં ધારાસભ્યોને કેટલો ભગાર અને ભથ્થા મળે છે. જેમ કે ઉત્તરાખંડમાં (રૂ.1.98 લાખ), હિમાચલ પ્રદેશ (1.9 લાખ) હરિયાણા (રૂ.1.55 લાખ), બિહાર (રૂ.1.3 લાખ), રાજસ્થાન (રૂ.1.42 લાખ) અને તેલંગાણા (રૂ.2.5 લાખ) જેટલા પગાર મળે છે. તે ઉપરાંત આ ધારાસભ્યોને ઘરનું ભાડું, ઑફિસનું ભાડું અને સ્ટાફ ખર્ચ, ઑફિસના સાધનો ખરીદવા માટે ભથ્થું, વાહન અને ડ્રાઇવર ભથ્થા જેવા અન્ય ઘણા લાભો પણ મળે છે.