રાજકારણનું અપરાધીકરણ મોટી ચિંતાનો વિષય બન્યો છે. રાજકારણીઓ પણ ગલીના ગુંડાની જેમ લડે ત્યારે કહેવું કોને? જેમ કે આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયરની ચૂંટણી પહેલા જ દિલ્હીના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. આજે શુક્રવારે મેયરની ચૂંટણીના મતદાન પહેલા દિલ્હી સિવિક સેન્ટરની અંદર આમ આદમી પાર્ટી અને બીજેપીના કાઉન્સિલરો આમને સામને આવી ગયા હતા.
#WATCH | Delhi: Ruckus at Civic Center as BJP, AAP councillors clash with each other amid ensuing sloganeering ahead of Delhi Mayor polls. pic.twitter.com/v1HXUxawSC
— ANI (@ANI) January 6, 2023
BJP-AAPના કાઉન્સિલરો વચ્ચે મારામારી
#WATCH | Delhi: Ruckus at Civic Center as BJP, AAP councillors clash with each other amid ensuing sloganeering ahead of Delhi Mayor polls. pic.twitter.com/v1HXUxawSC
— ANI (@ANI) January 6, 2023BJPઅને AAPના કોર્પોટેરટરોએ એકબીજા પર લાતો અને ખુરશીઓથી હુમલો કર્યો હતો. પરિસ્થિતી એટલી વિષ્ફોટક બની હતી કે દિલ્હી સિવિક સેન્ટર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું અને જે વસ્તુઓ હાથમાં આવી તેના વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. દિલ્હીના કાઉન્સિલરો વચ્ચેની લડાઈ જોઈને દિલ્હીવાસીઓ પણ દંગ રહી ગયા છે. આ દરમિયાન મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર અને ભાજપના કાઉન્સિલર સત્ય શર્માએ જણાવ્યું કે, "MCDની બેઠક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. આગામી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.''
કોર્પોરેટર શા માટે બાખડ્યા?
દિલ્હી MCD મેયરની ચૂંટણી યોજાવાનું લગભગ નક્કી જ હતું પરંતું નોમિનેટેડ સભ્યોએ શપથ લેવાનું શરૂ કર્યું કે તરત જ હંગામો શરૂ થયો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૂંટાયેલા સભ્યો સમક્ષ નોમિનેટેડ સભ્યોને શપથ લેવા સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમનો આરોપ છે કે ભાજપ નિયમોમાં ફેરફાર કરીને મેયર પદ હડપ કરવા માંગે છે. તે જ સમયે, ભાજપના સભ્યો તેમની ઇચ્છા મુજબ શપથ લેવા પર અડગ હતા. બંને પક્ષો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે નેતાઓ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. જેમાં બંને પક્ષના કેટલાક નેતાઓને ઈજાઓ પહોંચી છે. મારામારી માટે બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા છે. ગૃહની બહાર આવેલી આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા બાદ પણ બંને પક્ષના આગેવાનોએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.