દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીના લગભગ દોઢ મહિના બાદ 22 ફેબ્રુઆરી એટલે કે આજે થયેલી મેયરની ચૂંટણીમાં આપના કોર્પોર્ટેટર શૈલી ઓબેરોયએ જીતી લીધી છે. તેમણે ભાજપના રેખા ગુપ્તાને હરાવીને આ જીત મેળવી છે. આ ચૂંટણીમાં શૈલીને 150 અને ભાજપના રેખા ગુપ્તાને 116 મતો મળ્યા હતા. કોંગ્રેસના 9 કોર્પોરેટરોએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આજની મેયરની ચૂંટણી શૈલી ઓબેરોય દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના કારણે શાંતિપૂર્વક યોજાઈ શકી.
#WATCH | AAP's Shelly Oberoi becomes #Delhi mayor with 150 votes pic.twitter.com/LLbAJ1Xh3D
— ANI (@ANI) February 22, 2023
કોણ છે શૈલી ઓબેરોય?
#WATCH | AAP's Shelly Oberoi becomes #Delhi mayor with 150 votes pic.twitter.com/LLbAJ1Xh3D
— ANI (@ANI) February 22, 2023આમ આદમી પાર્ટીની ટિકિટ પર શૈલી ઓબેરોયે દિલ્હીના પટેલ નગર વિધાનસભાના વોર્ડ નંબર 86થી કોર્પોરેટરની ચૂંટણી લડી જીત મેળવી હતી. જો કે તેમણે આ ચૂંટણી માત્ર 86 મતોથી જીતી હતી. તેમણે આ ચૂંટણીમાં ભાજપને દીપાલી કપૂરને હરાવ્યા હતા. 39 વર્ષીય શૈલી ઓબેરોયે જાનકી દેવી કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી B.Com અને હિમાચલ યુનિવર્સિટીમાંથી M.Com.ની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ તેમણે એમફીલ અને પીએચડીની ડીગ્રીઓ મેળવી અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવ્યું છે. બિઝનેસ મેનેજમેન્ટના ક્ષેત્રમાં તેમના ઘણા સંશોધન પત્રો વિવિધ જર્નલમાં પ્રકાશિત થયા છે.
જીત બાદ શું કહ્યું?
શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બન્યા તે એટલા માટે પણ મહત્વનું છે કારણ કે તેમણે 14 વર્ષથી નિગમમાં એકહથ્થું શાસન કરતા ભાજપને ઉખાડી ફેંકી છે. તેમણે જીત બાદ દિલ્હીની જનતા વિશ્વાસ અપાવતા કહ્યું કે તે ગૃહને બંધારણીય રીતે ચલાવશે, તેમણે કહ્યું કે મને આશા છે કે સભ્યો પણ ગૃહની ગરીમા જાળવીને તેનું કામકાજ સારી રીતે ચલાવવામાં સહયોગ આપશે.