Delhi Liquor Policy Case: AAP સાંસદ સંજય સિંહની ધરપકડ, 10 કલાકની પૂછપરછ બાદ EDની કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-04 22:38:32

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે બુધવારે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ (AAP Sanjay Singh Arrested)ની ધરપકડ કરી છે. EDએ બુધવારે સવારે 7 વાગ્યાથી સંજય સિંહના દિલ્હીના ઘરે દરોડા પાડ્યા હતા. અહીંથી ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. લાંબી પૂછપરછ બાદ EDએ બુધવારે સાંજે લગભગ 5:30 વાગ્યે સંજય સિંહની ધરપકડ કરી હતી. સંજય સિંહનું નામ એક્સાઇઝ પોલિસી કેસની ચાર્જશીટમાં પણ છે. આ કેસમાં મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં છે.


જાન્યુઆરીમાં EDએ તેની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ ઉમેર્યું હતું


આ વર્ષે જાન્યુઆરીમાં EDએ તેની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ ઉમેર્યું હતું. આ અંગે સંજય સિંહે ભારે હોબાળો મચાવ્યો હતો. સંજય સિંહે દાવો કર્યો હતો કે EDએ ભૂલથી તેમનું નામ ઉમેર્યું છે. જેના જવાબમાં EDએ કહ્યું કે તેમની ચાર્જશીટમાં ચાર જગ્યાએ સંજય સિંહનું નામ લખવામાં આવ્યું છે. આ ત્રણ જગ્યાએ નામની જોડણી સાચી છે. માત્ર એક જ જગ્યાએ ટાઇપિંગની ભૂલ હતી. જે બાદ EDએ સંજય સિંહને મીડિયામાં નિવેદન ન આપવાની સલાહ આપી હતી, કારણ કે મામલો કોર્ટમાં પેન્ડિંગ છે.


સંજય સિંહ પર આરોપ શું છે?


EDની ચાર્જશીટમાં સંજય સિંહ પર 82 લાખ રૂપિયાનું ફંડ લેવાનો આરોપ છે. જેના કારણે બુધવારે EDએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા.



શું છે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ?


દિલ્હીમાં કેજરીવાલ સરકારે એક નવી આબકારી નીતિ લાવીને માનીતાઓને ફાયદો કરાવ્યો હતો અને મનમાની રીતે દારુની દુકાનોના લાઈસન્સ ફાળવ્યાં હતા જેના બદલમાં આમ આદમી પાર્ટીને ચૂંટણી ફંડ અપાયું હતું. જૂની આબકારી નીતિ હેઠળ, છૂટક વિક્રેતાઓને L1 અને L10 લાઇસન્સ આપવામાં આવ્યા હતા. 17 નવેમ્બર 2021 ના ​​રોજ દારૂ માટેની નવી આબકારી નીતિના અમલીકરણ સુધી, 849 દારૂની દુકાનો હતી. તેમાંથી 60% દુકાનો સરકારી અને 40% ખાનગી હતી. નવી નીતિ હેઠળ દિલ્હીમાં સરકારી દારૂની દુકાનો બંધ કરવામાં આવી હતી. નવી નીતિને લાગુ કરવા માટે, દિલ્હીને 32 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. દરેક ઝોનમાં 27 દારૂની દુકાનો હતી. આ દુકાનોના માલિકી હક્ક ઝોનને આપવામાં આવેલા લાયસન્સ હેઠળ આપવામાં આવ્યા હતા. દરેક વોર્ડમાં 2 થી 3 વેન્ડરને દારૂનું વેચાણ કરવાની છૂટ આપવામાં આવી હતી. નવી લિકર પોલિસીમાં ઘણી ખામીઓ બાદ ચાર મહિનામાં નવી લિકર પોલિસી પાછી ખેંચી લેવામાં આવી હતી.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.