Delhi : Munna Bhaiની જેમ નકલી MBBS બની સર્જરી કરી કેટલાયના જીવ લીધા, પર્દાફાશ થતા આટલા લોકોની પોલીસે કરી ધરપકડ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-17 10:25:30

નકલીનો પર્દાફાશ અનેક વખત થઈ રહ્યો છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી મળી આવે છે તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારીની પકડ થાય છે. અધિકારીઓ સુધી તો ઠીક હતું પરંતુ હવે તો નકલી ડોક્ટરો મળી આવી રહ્યા છે! નકલી ડોક્ટરોનો પર્દાફાશ થયો છે જે દિલ્હીના એક પ્રાઈવેટ મેડિકલ સેન્ટરથી સામે આવ્યો છે. જે ચાર ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે તેમાંથી બે સાચા ડોક્ટર હતા અને બે નકલી ડોક્ટર હતા. નકલી ડોક્ટરોમાં એક ડોક્ટરની પત્ની છે અને બીજી ઓપરેશન થિયેટર ટેકનિશિયન છે.

થોડા પૈસાની લાલચમાં લોકો બીજાની જીંદગી સાથે રમી રહ્યા છે! 

મોતના મેડિકલ સેન્ટરનો પર્દાફાશ થયો છે,અહીં એક નહિ પણ ચાર ચાર મુન્ના ભાઈ ઝડપાયા છે. આ સમાચાર સાંભળી તમે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા પહેલા સો વાર વિચારશો, કારણ કે ડોક્ટરના વેશમાં નકલી ડોક્ટરનું આખું મેડિકલ સેન્ટર ઝડપાયું છે. પોલીસે નકલી ડોકટરોની ટીમનો પર્દાફાશ પોલીસે કર્યો છે. ડોક્ટરો ન હોવા છતાં, ડોક્ટરો હોવાનો ઢોંગ કરીને સર્જરી કરીને લોકોની જીંદગી સાથે રમત રમી રહ્યા હતા. થોડા પૈસાના લોભને કારણે અને નકલી ડોક્ટરોની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

અગ્રવાલ મેડિકલ સેન્ટરમાં ચાલતું હતું આ કાંડ!  

આ મામલો રાજધાની દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારનો છે. અહીં નકલી ડોક્ટરો કોઈપણ પ્રકારની મેડિકલ લાયકાત વગર સર્જરી કરતા હતા. દિલ્હી પોલીસે ઘટનાસ્થળેથી 4 લોકોની ધરપકડ કરી છે. અસલી ડોક્ટર અને નકલી ડોક્ટરનો આ મેડકિલ સેન્ટરમાં ખેલ ચાલતો હતો પોલીસે જણાવ્યું કે આ ગેંગ ગ્રેટર કૈલાશ  ના E બ્લોકમાં એક નર્સિંગ હોમ ચલાવતી હતી.આ મેડિકલ સેન્ટરનું નામ અગ્રવાલ મેડિકલ સેન્ટર છે જ્યાં સ્પષ્ટ રીતે એવું પણ લખવામાં આવ્યું છે કે આ હોસ્પિટલ ગવર્મેન્ટ approved છે. દિલ્હી પોલીસને એક મહિલાએ ફરિયાદ કરી હતી કે આ હોસ્પિટલએ તેમના પતિની ખોટી સર્જરી કરી છે અને જીવ લઇ લીધો છે. જેની પોલીસ દ્વારા તપાસ કરતા આ ભાંડાફોડ થયો છે અને પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?