દિલ્હી કંઝાવલા કેસમાં નવો ખુલાસો, આરોપીઓને યુવતી કારમાં ફસાઈ હોવાની ખબર હતી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:12:46

દિલ્હીમાં કારથી કથિત ટક્કર બાદ તેની નીચે ફસાઈ જવાથી એક યુવતીને માર્ગે પર સતત ઢસડાવવાની ઘટના સામે એક મોટો ખુલાસો થયો છે. કંઝાવાલા કાંડના આરોપીઓને પોલીસની પુછપરછમાં કબુલ કર્યું છે કે હા તેમને ખબર હતી કે અંજલી તેમની કારની નીચે ફસાઈ ગઈ છે. 


પોલીસ સામે ગનો કબૂલ્યો


આરોપીઓએ તેમના બચાવમાં કહ્યું હતું  કે તેઓ ડરના કારણે તે રાત્રે તેમની ગાડીને માર્ગો પર દોડાવતા રહ્યા. આ દરમિયાન કંઝાવાલા સુધીના રૂટમાં તેમણે અનેક વખત તેમની કારે યૂ-ટર્ન કર્યો હતો. તેમણે પોલીસને જણાવ્યું કે તેમને ડર હતો કે જો તેમણે તે યુવતીને ગાડીથી નિકાળી તો તેમની પર હત્યાનો કેસ થઈ જશે. અને કાયદાની આંટીઘુંટીમાં ફસાઈ જશે. તેથી તે કારમાં ફસાયેલી છોકરી નીકળી જાય ત્યાં સુધી રાહ જોતા હતા અને ડ્રાઇવિંગ કરતા હતા. આરોપીઓએ પોલીસને તે પણ જણાવ્યું કે તેમણે પહેલા જે મ્યુઝિક સિસ્ટમ ચાલવાની વાત કહીં હતી તે પમ ખોટી હતી.


નિર્દોષ યુવતીનો ભોગ લીધો


અત્રે ઉલ્લેખનિય છે કે 31 ડિસેમ્બરની રાત્રે 20 વર્ષની અંજલિ તેની મિત્ર નિધિ સાથે સ્કૂટી પર ઘરે જવા નીકળી હતી, ત્યારે કંઝાવાલા રોડ પર સામેથી આવી રહેલા એક હાઈસ્પિડ કારે તેમને ટક્કર મારી હતી. નિધિ ટક્કરથી બચી ગઈ, પરંતુ અંજલિ કારની નીચે ફસાઈ ગઈ. ત્યારબાદ કારમાં બેઠેલા યુવકે અંજલિને લગભગ 12 કિલોમીટર સુધી ઘસેડી હતી. આ કેસમાં પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?