તમને યાદ તો હશે જ દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા . જેમના ઘરે હોળીની રાતે આગ લાગી અને જયારે ફાયર બ્રિગેડ તેમના ઘરે આગ ઓલવવા પહોંચી ત્યારે તેમના ઘરેથી કેશના બંડલ મળી આવ્યા હતા . જજ યશવંત વર્માના લીધે રાજ્યસભામાં પણ જબરદસ્ત હોબાળો મચી ગયો હતો . હવે સમાચાર સામે આવી રહ્યા છે કે , દિલ્હી હાઈકૉર્ટે તેમને તમામ ન્યાય બજાવવાની ફરજ માંથી મુક્ત કરી દીધા છે સાથે જ રજા પર જતા રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે . દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા કે જેમના ઘરેથી કેશનો ઢગલો જયારે આગ લાગી ત્યારે મળી આવ્યો હતો . તે પછી હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને રજા પર મોકલી દેવાનો આદેશ આપ્યો છે . સાથે જ જ્યાં સુધી તપાસ પુરી નથી થતી ત્યાં સુધી તેમને ન્યાયિક કાર્યોથી દૂર રાખવાનો આદેશ પણ જજ યશવંત વર્માને આપવામાં આવ્યો છે . આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જે ઈન હાઉસ કમિટી બનાવી છે તેનો પૂરો રિપોર્ટ આવી જાય પછી જ ખબર પડશે કે , તેમની કઈ હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ પણ લગાવવામાં આવી છે જેમાં માંગ કરાઈ છે કે, યશવંત વર્માની વિરુદ્ધમાં આ સમગ્ર મામલે એફઆઈઆર દાખલ કરો . આ મામલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનકરે પોતાની ચેમ્બરમાં મિટિંગ બોલાવી હતી જેમાં મલ્લિકાર્જુન ખરગે અને જે પી નડ્ડા હાજર રહ્યા હતા . વાત કરીએ યશવંત વર્માની તો તે તો એવું જ કહે છે કે , મારા ઘરે આ નોટો કોઈ મૂકી ગયું હતું . આ આખા મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ ત્રણ સદસ્યોની એક ન્યાયિક કમિટી બેસાડી છે જેમાં જસ્ટિસ શીલ નાગુ કે જેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે , જસ્ટિસ જીએસ સધાવાલિયા કે જેઓ હિમાચલ પ્રદેશની હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે સાથે જ કર્ણાટક હાઇકોર્ટના એક જજ અનુ શિવરમન આ કમિટીનો હિસ્સો છે . દિલ્હી હાઈકૉર્ટે એ પણ જાહેરાત કરી છે કે , યશવંત વર્મા જેટલા પણ કેસોની સુનાવણી કરી રહ્યા હતા હવેથી તેની સુનાવણી દિલ્હી હાઇકોર્ટના જજ સુબ્રમણ્યમ પ્રસાદ અને બીજા જજ હરીશ વી શંકર કરશે .
આ આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે જજ યશવંત વર્માના ઘરે કે જે તુઘલક રોડ પર આવેલું છે ત્યાં માર્ચની ૧૪ તારીખે રાતે આગ લાગી હતી. ઘરે માત્ર તેમના વૃદ્ધ માતા અને દીકરી જ હતા . પણ જયારે ફાયરબ્રિગેડ અને પોલીસ પહોંચ્યા ત્યારે તેમના ઘરેથી કેશના બંડલ મળી આવ્યા હતા . તે સમયે જજ યશવંત વર્મા અને તેમના પત્ની ભોપાલમાં હતા . માર્ચની ૨૦ , તારીખે કોલેજિયમ દ્વારા તેમને અલ્હાબાદ હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ અલ્હાબાદ હાઇકોર્ટના બાર એસોસિયેશન દ્વારા તેનો ઉગ્ર વિરોધ નોંધાયો હતો .
તો આ વિષયમાં જે પણ અપડેટ હશે અમે તમને આપીશું .
