અનેક લોકોની નોકરી એવી હોય છે કે working hours બાદ પણ કામ કરવું પડતું હોય છે. જો ઓવર ટાઈમ કરવાનું આવે તો કર્મચારીઓના મોઢા પડી જતાં હોય છે. ત્યારે દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે. દેશની રાજધાની દિલ્હીથી સમાચાર આવ્યા કે ઓવરટાઈમ કરતા લોકોને હવે પોતાની મહેનતના પૈસા મળવાના છે. જો એક દિવસમાં 8 કલાકથી વધુ કામ કરશો તો તેને ઓવરટાઈમ કહેવાશે અને જો અઠવાડિયામાં તમે 48 કલાકથી વધુ કામ કરશો તો ઓવરટાઈમ માનવામાં આવશે.
ઓવરટાઈમ કરવાના પણ મળશે રૂપિયા!
દિલ્હીની કેજરીવાલ સરકારે શ્રમ વિભાગ દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દિલ્હી સરકારના નવા પ્રસ્તાવ મુજબ જો કોઈ કર્મચારી ઓવરટાઈમ કરશે તો તેને કલાકના હિસાબે રૂપિયા મળશે. પણ ઓવરટાઈમની સાથે તેની પણ લિમિટ નક્કી કરવામાં આવી છે. એટલે કે એક વ્યક્તિ 12 કલાકથી વધુ કામ નહીં કરી શકે. આ સિવાય કોઈ સતત સાત દિવસ પણ ઓવરટાઈમ નહીં કરી શકે.
સરકારી કર્મચારીઓ માટે રજાની કરાઈ સુવિધા!
બીજી વસ્તુ એ છે કે અઠવાડિયામાં 60 કલાકથી વધુ કામ નહીં કરી શકે.. કેજરીવાલ સરકારે દિલ્હી સરકારમાં કામ કરતા કર્મચારીઓ માટે રજાની પણ સુવિધા નક્કી કરી છે.. સરકારી કર્મચારીઓને વેકેશનના સમયમાં અલગથી રજાઓ આપવામાં આવશે. આ સિવાય બીજી પણ જોગવાઈ અથવા તો સૂચનો કરવામાં આવ્યા છે.
આ કર્મચારીઓને જ મળશે ઓવરટાઈમમાં કરાયેલા ફેરફારનો લાભ!
બીજી જોગવાઈની વાત કરીએ તો દિલ્હી સરકારે કહ્યું છે કે જો કર્મચારી કેમિકલ જેવી ફેક્ટરીમાં કામ કરતા હશે તો રેગ્યુલર હેલ્થચેકપ જરૂરી છે. કંપનીમાં કોઈ વ્યક્તિ સાથે દુર્ઘટના થાય તો 12 કલાકની અંદર શ્રમ વિભાગને માહિતી આપવી પડશે. કોઈ પણ ક્ષેત્રમાં જોઈનિંગ લેટર એટલે કે નોકરી મળી છે તેનો લેટર, એક્સપિરિયન્સ લેટર એટલે કે કંપનીમાં કેટલું કામ કર્યું અને કેટલો અનુભવ છે અને સેલેરી સ્લિપ આપવી ફરજિયાત હશે તેવી પણ જોગવાઈ કરી છે... મહત્વની વાત એ છે કે ઓવરટાઈમ વાળી વાત ખાલી સરકારી વ્યક્તિઓ માટે જ છે....