દિલ્હીના શિક્ષણ મંત્રી આવશે ગુજરાત, શિક્ષણ નીતિને લઈ કરી શકે છે મોટી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 10:55:23

ગુજરાત વિધાનસભા નજીક આવતા તમામ રાજકીય પાર્ટી સક્રિય થઈ ગઈ છે. ગુજરાતમાં દરેક પાર્ટી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે અવારનવાર આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

2 દિવસ માટે સિસોદિયા બનશે ગુજરાતના મહેમાન 

મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. અંદાજીત 9 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. CBI દ્વારા તપાસ કરવામાં આવતા અરવિંદ કેજરીવાલે આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીને લાગતું હતું કે મનીષ સિસોદિયાને ગિરફતાર કરવામાં આવશે. પરંતુ તેમની ગિરફતારી નથી કરવામાં આવી. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

  

દિલ્હી મોડલની આડકતરી રીતે કરી વાત 

મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે દરેક પરિવાર પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે સારી શાળાઓ બનાવતી સરકાર પસંદ કરશે. અરવિંદ કેજરીવાલે વચન આપ્યું છે કે ગુજરાતની તમામ શાળા દિલ્હી શાળાની જેમ બનાવીશું. પ્રચારમાં શાળાની વાત આવતા એવું લાગુ રહ્યું છે કે સી.આર.પાટીલે આપેલી ચેલેન્જનો તે સ્વીકાર કરી શકે છે.  




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...