વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપનો દિલ્હી MCD ચૂંટણીમાં પરાજય, 15 વર્ષના શાસનનો અંત


  • Published By :
  • Published Date : 2022-12-07 17:25:19

આમ આદમી પાર્ટીએ દિલ્હી કોર્પોરેશન પર કબજો જમાવી દીધો છે. દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી આપે બહુમતીથી જીતી લીધી છે. દિલ્હી કોર્પોરેશન પર ભાજપના 15 વર્ષના શાસનનો અંત આવી ગયો છે. દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર હતી જેમાં અંતે આમ આદમી પાર્ટી બાજી મારી ગઈ છે. 


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન આપનો કબજો


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ 250 બેઠકો પર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી આમ આદમી પાર્ટીને 134, ભાજપને 104, કોંગ્રેસને 9 અને અન્યને 3 બેઠકો મળી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે.  જોકે, આપને કોર્પોરેશનની ચૂંટણીમાં 42 ટકાની આસપાસ મત મળ્યા છે. જેને વિધાનસભામાં 53 ટકા મત મળ્યા હતા. હવે સવાલ એ થઈ રહ્યો છે 11 ટકા મતદારો ક્યાં સરકી ગયા? 


AAPના નેતાઓએ શું કહ્યું?


આપની ભવ્ય જીત બાદ પાર્ટી હેડક્વાર્ટર પહોંચેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે "દિલ્હીની જનતાએ 15 વર્ષના ભ્રષ્ટ ભાજપ સરકારને હટાવીને કેજરીવાલના નેતૃત્વમાં AAP સરકાર બનાવવા માટે બહુમતી આપી છે તે માટે લોકોનો આભાર. અમારા માટે આ મોટી જવાબદારી છે. દિલ્હીની જનતાએ મને દિલ્હીની સફાઈ, ભ્રષ્ટાચાર દૂર કરવા, પાર્કને ઠીક કરવા સહિતની ઘણી જવાબદારીઓ આપી છે. તમારા આ વિશ્વાસને જાળવી રાખવા હું દિવસ-રાત અથાગ પ્રયત્ન કરીશ. હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું. હું દિલ્હીના લોકોને આટલા મોટા પરિવર્તન માટે, આટલી મોટી અને શાનદાર જીત માટે અભિનંદન આપવા માંગુ છું."

બીજી તરફ, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હી એમસીડીમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા બદલ દિલ્હીની જનતાનો હૃદયપૂર્વક આભાર. આ પહેલા સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે દુનિયાની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીને હરાવીને દિલ્હીની જનતાએ કટ્ટર ઈમાનદાર અને કાર્યકારી @ArvindKejriwal જીને જીત અપાવી છે. અમારા માટે આ માત્ર જીત નથી પણ મોટી જવાબદારી છે.


તે જ રીતે, પંજાબના સીએમ ભગવંત માન આ પ્રસંગે ચપટી લેતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે આજના એક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ શકે છે તો ગઈ કાલના એક્ઝિટ પોલને ખોટા સાબિત ન થઈ શકે? ગુજરાતમાં તમને આવતીકાલે ચમત્કાર જોવા મળશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?